તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:અમરેલી જિલ્લામાં કોરોનાના માત્ર 9 એક્ટિવ કેસ, બે દિવસથી જિલ્લામાં નવા એકેય પોઝિટીવ કેસ નહી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા કોરોનાની બીજી લહેરે હાહાકાર વર્તાવ્યો હતો. છેલ્લા એક માસથી આ બીજી લહેર ધીમેધીમે હળવી થઇ રહી છે. ત્યારે ગઇકાલે પણ અમરેલી જિલ્લામા એકેય પોઝીટીવ કેસ નોંધાયો ન હતેા અને આજે પણ નોંધાયો ન હતો. બીજી તરફ વધુ 6 દર્દી સાજા થઇ જતા હવે અમરેલી જિલ્લામા કોરોનાના એકટીવ કેસ માત્ર 9 બચ્યાં છે. જો કે સરકારની ગાઇડલાઇનને જનતા નહી અનુસરે તો ત્રીજી લહેર શરૂ થતા વાર નહી લાગે.

અમરેલી જિલ્લાને કોરોનામાથી ધીમેધીમે રાહત મળી રહી છે. હજુ બે માસ પહેલા જિલ્લામા કોરોનાની એટલી ભયંકર સ્થિતિ હતી કે કોઇ હોસ્પિટલમા બેડ મળવો મુશ્કેલ હતો. ઓકિસજનની પણ ભારે અછત અનુભવાઇ હતી અને સૌથી કરૂણ બાબત એ હતી કે માત્ર કોવિડ હોસ્પિટલોમા જ નહી જિલ્લાના દરેક ગામોમા કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામા મૃત્યુ પામ્યા હતા. પરંતુ હવે સ્થિતિમા સુધાર થઇ રહ્યો છે. પાછલા એક માસથી સ્થિતિ સતત નિયંત્રણમા આવી રહી છે. અને આજે 11જુલાઇના રોજ અમરેલી જિલ્લામા માત્ર 9 એકટીવ કેસ બાકી બચ્યાં હતા.

રાજયના અનેક જિલ્લામા કોરોનાના કેસ સતત 0 આવી રહ્યાં છે. પરંતુ અમરેલી જિલ્લામા એક પખવાડીયાથી એક બેથી લઇ પાંચ કેસ પોઝીટીવ આવતા હતા. અને લાંબા સમય બાદ ગઇકાલે 10 જુલાઇના રોજ અમરેલી જિલ્લામા એકપણ પોઝીટીવ કેસ આવ્યો ન હતો. ગઇકાલે 6 દર્દી સાજા થઇ જતા એકટીવ કેસની સંખ્યા ઘટીને 9 પર આવી ગઇ હતી. આજે પણ સાંજ સુધી જિલ્લામા એકેય પોઝીટીવ કેસ આવ્યો ન હતો.

છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામા રસીકરણ બંધ હતુ. ગઇકાલે વેકસીનનો જથ્થો આવી પહોંચતા ફરી વ્યાપક પ્રમાણમા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. ગઇકાલે એક જ દિવસમા 10749 લોકોને વેકસીન આપવામા આવી હતી.

હવે સિવીલમાં દર્દી દાખલ કરાતા નથી
એક સમયે અમરેલી સિવીલમા તમામ કોરોના વોર્ડ ફુલ હતા. પરંતુ હવે તમામ કોરોના વોર્ડ બંધ કરી દેવામા આવ્યા છે. જો કોઇ દર્દી પોઝીટીવ આવે તો તેને અહીની નર્સિંગ કોલેજ ખાતે દાખલ કરી દેવામા આવે છે. જો કોરેાનાના પેશન્ટને આઇસીયુમા દાખલ કરવાની ફરજ પડે તો જ સિવીલમા દાખલ કરાઇ છે. હાલમા સિવીલમા અન્ય તમામ ઓપીડી નિયમીત રીતે ચાલુ કરી દેવાઇ છે.

વેપારીઓ માટે રસી લેવાની મુદ્દત પુરી
અમરેલી જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા તમામ વેપારીઓને 10 જુલાઇ સુધીમા કોરોના વેકસીન લઇ લેવાનુ ફરજીયાત બનાવાયુ હતુ. જો કે તારીખ 7,8 અને 9 જુલાઇના રોજ અમરેલી જિલ્લામા વેકસીનનો જથ્થો ઉપલબ્ધ ન હોય વેપારીઓને થનારૂ રસીકરણ પણ અટકી પડયુ હતુ.

છેલ્લા 10 દિવસમાં 22 પોઝિટીવ કેસ
અમરેલી જિલ્લામા પહેલી જુલાઇથી લઇ 10 જુલાઇ સુધીમા માત્ર 22 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાથી 10મી જુલાઇએ એકપણ કેસ ન હતો. જયારે બાકીના દિવસાેમા એકથી લઇ પાંચ કેસ નોંધાયા હતા. જયારે આ દસ દિવસના સમયગાળામા 34 દર્દી સાજા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...