તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં વેક્સિનેશન:જિલ્લામાં માત્ર 46.46 ટકા, રાજ્યમાં સાૈથી ઓછા વેક્સિનેશનમાં અમરેલી જિલ્લાનાે સમાવેશ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યાેગ્ય માર્ગદર્શનના અભાવે હજુ પણ લાેકાેમાં ડરનાે માહોલ
 • રસીકરણ અભિયાનમાં 90.76 ટકા સાથે રાજ્યમાં સૌથી ટોચ પર પોરબંદર જિલ્લો

સમગ્ર રાજયમા ગત 16મી જાન્યુઅારીથી કાેરાેના સામે રસીકરણ અભિયાનનાે અારંભ કરવામા અાવ્યાે છે. અારાેગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લાેકાે ઉપરાંત હવે ફ્રન્ટલાઇન કાેરાેના વાેરીયર્સને પણ રસી અપાઇ રહી છે. પરંતુ અમરેલી જિલ્લામા રસીકરણ અભિયાન ખુબ જ ધીમુ ચાલી રહ્યું છે. બલકે રાજયમા સાૈથી અાેછુ રસીકરણ કરનાર છઠ્ઠા નંબરનાે જિલ્લાે બન્યાે છે. અહી માત્ર 46.46 ટકા લાેકાેને રસી અપાઇ છે. સમગ્ર રાજયમા અા ટકાવારી 65.81 ટકા છે.અેક સમયે અમરેલી જિલ્લાે અેવાે હતાે કે જયાં સમગ્ર રાજયમા સાૈથી છેલ્લે કાેરાેનાની શરૂઅાત થઇ હતી.

અહી કાેરાેનાનાે પ્રથમ કેસ નાેંધાયાે તે સમયે રાજયના બીજા જિલ્લાઅાેમા માેટી સંખ્યામા કેસાે નાેંધાઇ ચુકયા હતા. જાે કે ત્યારબાદ અહી માેટી સંખ્યામા કેસાે સામે અાવ્યા અને બે દિવસ પહેલા અેવી સ્થિતિ પણ અાવી કે જયારે લાંબા સમય સુધી જિલ્લામા પ્રથમ વખત 0 કેસ નાેંધાયા હતા. અહી કાેરાેના નિયંત્રણમા તાે અાવ્યાે છે. પરંતુ કાેરાેના રસીકરણની દ્રષ્ટિઅે અમરેલી જિલ્લામા કામગીરી સંતાેષકારક જણાઇ રહી નથી.

માેટાભાગના જિલ્લાઅાેમા 90 ટકાથી લઇ 50 ટકા સુધી રસીકરણની કામગીરી થઇ રહી છે. પરંતુ અમરેલી જિલ્લામા અા કામગીરી અત્યંત નબળી છે અને માત્ર 46.46 ટકા જ રસીકરણ થયુ છે. મતલબ કે અત્યાર સુધીમા જેટલા લાેકાેને રસીકરણ માટે બાેલાવવામા અાવ્યા તેમાથી માત્ર 46.46 ટકા લાેકાે જ રસી મુકાવવા અાવ્યા હતા.ગત 16મી જાન્યુઅારીથી અમરેલી જિલ્લામા અન્ય વિસ્તારની સાથે જ રસીકરણ શરૂ થયુ હતુ. અહી 7મી તારીખે જિલ્લામા માત્ર 76 લાેકાેને રસી અપાઇ હતી.

સમગ્ર રાજયમા રસીકરણ અભિયાનમા પાેરબંદર જિલ્લાે સાૈથી ટાેચ પર છે. અહી નિર્ધારિત લાેકાેના 90.76 ટકા લાેકાેને કાેરાેના વેકસીન અાપી દેવામા અાવી છે. અમરેલી જિલ્લાને અડીને અાવેલા જુનાગઢ જિલ્લામા પણ 57.78 ટકા લાેકાેને રસી અપાઇ છે. જયારે ગીર સાેમનાથ જિલ્લામા 54.06 ટકા લાેકાેને અને ભાવનગર ગ્રામ્યમા 61.91 ટકા લાેકાેને રસી અપાઇ છે. પરંતુ અમરેલી જિલ્લામા માત્ર 46.46 ટકા લાેકાેને રસી અાપી શકાય છે. રસીને લઇને લાેકાેમા ભય ન રહે તથા અારાેગ્યકર્મી અને ફ્રન્ટલાઇન કાેરાેના વાેરીયર્સ નિર્ભય બની રસી મુકાવે તે માટે યાેગ્ય માહાેલ ઉભાે કરવામા તંત્ર નિષ્ફળ રહ્યું છે. અાવનારા સમયમા અમરેલી જિલ્લામા કાેરાેના વેકસીનેશન અભિયાન વધુ તેજ બને અને લાેકાે ડર વગર રસીકરણ માટે અાગળ અાવે તે માટે યાેગ્ય માહાેલ અને માર્ગદર્શનની જરૂર છે.

રસીકરણનંુ દબાણ વધુ નેગેટીવ અસર ઉભી કરે છે
અામ તાે રસી લેવી કે ન લેવી તે સંબંધિત લાેકાે સ્વૈચ્છાઅે નક્કી કરી રહ્યાં છે. પરંતુ તંત્ર રસીકરણ માટે સંબંધિત વ્યકિતઅાેને અાડકતરૂ દબાણ પણ કરી રહ્યું હાેય તેની વધુ નેગેટીવ અસર થઇ રહી છે અને તેના કારણે વેકસીનેશન વધુ નીચુ જઇ રહ્યું છે.

જાણીતા ડાેકટરાે અને કલેકટર પણ લઇ ચુકયા છે વેક્સિન
અમરેલી શહેરના અનેક નામાંકિત ડાેકટરાેઅે પ્રથમ દિવસે જ વેકસીન લીધી હતી. ફ્રન્ટલાઇન વર્કરને વેકસીન અાપવાનુ શરૂ કરાયુ ત્યારે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઅે પણ પ્રથમ દિવસે જ વેકસીન લઇ લાેકાેને પ્રેરણા પુરી પાડી હતી. અામ છતા માેટી સંખ્યામા ફ્રન્ટલાઇન વર્કર અને અારાેગ્યકર્મીઅાે વેકસીન લેવાથી દુર ભાગી રહ્યાં છે.

3 દિ'માં બીજી વખત કોરોનાના શૂન્ય કેસ
અમરેલીમાં લાંબા સમય બાદ બે દિવસ પહેલા કોરોનાના શૂન્ય કેસ નોંધાયા હતા. ત્યાર બાદ આજે પણ કોરોનાનો એકય પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. આમ પાછલા ત્રણ દિવસમાં બે દિવસ એવા હતા જ્યારે કોરોનાનો એક પણ કેસ જિલ્લામાં નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો