તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ભય યથાવત:માત્ર 45 ટકા વાલી સંતાનને શાળાએ મોકલવા સંમત

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમરેલીની કન્યાશાળા ખાતે વિદ્યાર્થીનીઓ શાળાએ અભ્યાસ માટે પહોંચ્યા. - Divya Bhaskar
અમરેલીની કન્યાશાળા ખાતે વિદ્યાર્થીનીઓ શાળાએ અભ્યાસ માટે પહોંચ્યા.
 • જિલ્લાની સરકારી 762 પ્રા. શાળામાં પ્રથમ દિવસે માત્ર 20809 છાત્રો ભણવા માટે આવ્યા
 • 11 માસ બાદ શાળાઓ શરૂ થતાં શિક્ષકોએ છાત્રોનું સ્વાગત કર્યું

જિલ્લાની સરકારી 762 પ્રાથમિક શાળામાં પ્રથમ દિવસે માત્ર 45 ટકા વાલીઓએ બાળકોને સ્કૂલે અભ્યાસ માટે જવા સહમતી આપી હતી. અહીં 11 માસ બાદ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ સ્કૂલે અભ્યાસ માટે પહોંચતા શિક્ષકોએ સ્વાગત કર્યું હતું. અહીં સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં 46370 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે.

કોરોના મહામારીના કારણે છેલ્લા 11 માસથી શાળાઓ બંધ હતી. તેવા સમયે આજથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે. તેવા સમયે અમરેલી જિલ્લામાં સરકારી 762 પ્રાથમિક શાળામાં 46370 વિદ્યાર્થીઓનું શિક્ષણ વિભાગના ચોપડે રજીસ્ટ્રેશન થયું છે. ત્યારે આજે લાંબા સમયબાદ શાળા ખોલાતા પ્રથમ દિવસે 20809 વાલીઓએ શાળાને સંમતિપત્ર પાઠવી પોતાના બાળકોને અભ્યાસ માટે શાળાએ મોકલ્યા હતા.

અમરેલીના જેશીંગપરા કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ સ્કૂલે આવતા શિક્ષિકાઓ દ્વારા તેમનું મો મીઠું કરી સ્વાગત કર્યું હતું. ઉપરાંત અહીં છાત્રોનું થર્મલ ગનથી ચેકઅપ કરી બાદમાં જ ક્લાસ રૂમમાં પ્રવેશ અપાયો હતો. જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાથમિક શાળામાં શાળા બહાર રાઉન્ડ અને સોશ્યલ ડિસ્ટન્સ માટે ખાસ ખ્યાલ રખાયો હતો.

ક્યા તાલુકામાં પ્રથમ દિવસે કેટલા બાળકો શાળાએ આવ્યા ?

તાલુકાશાળારજીસ્ટ્રેશનસંમતિપત્ર
અમરેલી7332131515
લાઠ684042559
લીલીયા4017971121
બાબરા7148511795
બગસરા4221561107
કુંકાવાવ5424131627
ધારી10044672369
ખાંભા6337112011
રાજુલા9778171073
સાવરકુંડલા10569263248
જાફરાબાદ4949772386

​​​​​​​શિક્ષિકા સામે રહીને ભણાવે તેમા વધુ ભણવા મળે

અમરેલીમાં જેસિંગપરામા ધોરણ 8માં અભ્યાસ કરતી છાત્રા બંસરી ગોહિલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ મેળવવું એ અમારી મજબૂરી હતી. પણ હવે શાળાઓ શરૂ થઈ છે. શિક્ષિકા સામે રહીને ભણાવે તેમા વધુ ભણવા મળે છે. - બંસરી ગોહિલ, છાત્રા

ખુશી છે કે મારી શાળા શરૂ થઈ : મોનાલી
કોરોનાના 11 માસ બાદ શાળા શરૂ થઇ છે ત્યારે પઅમરેલીના જેસીંગપરા કન્યા શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી મનાલી ગોહિલે જણાવ્યું હતું કે મને ખુશી થાય કે લાંબા દિવસો બાદ મારી નિશાળ અત્યારે શરૂ થઈ છે. શાળાએ ભણવાની મજા આવે તેટલી ઘરે ઓનલાઈનમાં ન મજા આવતી હતી. - મનાલી ગોહિલ, છાત્રા

ઓનલાઈન અભ્યાસમાં કંટાળો આવતો હતો
કન્યાશાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી હર્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ઑનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું. પણ તેમાં ગણિત વિષય અઘરો લાગતો હતો અને કંટાળો આવતો હતો. હવે સ્કૂલમાં ભણીશ. - હર્ષિતા રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો