તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમા સર્જાશે પાણીની મુશ્કેલી:જિલ્લાના 5 જળાશયમાં માત્ર 37 ટકા જળરાશી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આવનારા સમયમાં શહેરી વિસ્તારમાં પીવા માટે અને ગ્રામિણ વિસ્તારમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ રહેશે નહીં
  • વડિયા ડેમ હજુ પણ તળિયા ઝાટક : વડી ઠેબી નહી ભરાય તાે અમરેલીમા સર્જાશે પાણીની મુશ્કેલી : જાે કે ધાતરવડી અને ખાેડિયાર ડેમ છલાેછલ

ચાેમાસાનાે માેટાભાગનાે સમય વિતી ગયાે છે. ત્યારે અમરેલી જિલ્લામા વરસાદ પણ અપુરતાે છે અને જળાશયાે પણ અધુરા છે. વાવાઝાેડા વખતે અને ચાેમાસાની શરૂઆતમા સારાે વરસાદ આવતા આ વર્ષે તમામ જળાશયાે છલકાઇ જશે તેવી આશા ઉભી થઇ હતી પરંતુ હાલમા જિલ્લાના પાંચ જળાશયમા માત્ર 37.51 ટકા પાણી ભરેલુ છે. જેને પગલે આવનારા સમયમા શહેરી વિસ્તારમા પીવા માટે અને ગ્રામિણ વિસ્તારમા સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ રહેશે નહી.

અમરેલી નજીક આવેલા ઠેબી ડેમ અને વડી ડેમ ભરેલા હાેય તાે શહેરમા પાણીની સમસ્યા રહેતી નથી. જાે મહિ યાેજનાનુ પાણી બંધ થાય તાે આ ડેમાેમાથી પાણી મળી રહે છે. પરંતુ ઓણસાલ આ બંને ડેમાેમા પાણીનાે પુરતેા જથ્થાે આવ્યાે નથી. વડી ડેમ તાે માત્ર 30 ટકા સુધી જ ભરાયાે છે. જયારે ગત સપ્તાહે પડેલા સાત ઇંચ વરસાદને પગલે ઠેબી ડેમમા થાેડુ પાણી આવતા તે 53 ટકા ભરેલાે છે. ઠેબી ડેમમાથી સિંચાઇ માટે પાણીનાે ઉપયાેગ થતાે નથી. માત્ર અમરેલી શહેરને પીવાનુ પાણી મળે છે.

બીજી તરફ વડીયા ડેમના કારણે વડીયા શહેરના ભુતળ ઉંચા રહે છે અને લાેકાેને ઉનાળામા પણ તળમાથી પાણી મળી રહે છે. પરંતુ આટલુ ચાેમાસુ વિત્યાં બાદ પણ વડીયા ડેમ હાલમા તદન ખાલી છે. અહી માત્ર 2.77 ટકા પાણી ભર્યુ છે. આવી જ રીતે શેલ દેદુમલ ડેમમા માત્ર 60 ટકા જળરાશી ઉપલબ્ધ છે. આવનારા એકાદ માસમા જાે નાેંધપાત્ર વરસાદ નહી પડે તાે આ જળાશયાે ખાલી રહી જશે અને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ નહી રહે એટલુ જ નહી પીવાના પાણીની પણ સમસ્યા સર્જાશે.

ધાતરવડી-1,2 અને ખાેડિયાર છલાેછલ
અન્ય જળાશયાેની આ સ્થિતિ વચ્ચે પણ રાજુલાનાે ધાતરવડી-1 ડેમ 100 ટકા ભરેલાે છે. સુરજવડી ડેમ પણ 100 ટકા ભરેલાે છે. જયારે ધાતરવડી-2 99 ટકા અને ખાેડિયાર ડેમ 91 ટકા ભરેલાે છે. રાજયમા એકમાત્ર અમરેલી જિલ્લામા જ 4 જળાશયાે છલાેછલ ભરેલા હાેય તેવી સ્થિતિ છે. રાજુલામા આવેલ ધાતરવડી ડેમમાથી સિંચાઇનુ પાણી હાલ છાેડવામા આવી રહ્યું છે. આ ઉપરાંત ખાેડિયાર ડેમમાથી પણ સિંચાઇ માટેનુ પાણી છાેડવામા આવશે.

કયા ડેમમાં કેટલી જળરાશી ?

ડેમક્ષમતાહાલની સપાટીટકા
એમસીએફટીએમસીએફટી
ઠેબી376.1201.8253.66
રાયડી244.7652.9721.73
વડીયા189.495.262.77
વડી375.05115.7930.88
શેલદેદુમલ276.16171.7862.06
અન્ય સમાચારો પણ છે...