તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ માટે ઉત્સાહ:માત્ર 1.24 લાખે વેક્સિનનો બીજો ડોઝ લીધો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલી જિલ્લામાં 3.29 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
  • રસીકરણ માટે જિલ્લાના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

અમરેલી જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ 1.24 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. આ ઉપરાંત જિલ્લાભરમાં અત્યાર સુધીમાં 3.29 લાખ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. યુવાનોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળે છે.

જિલ્લામાં રસીકરણ અભિયાન અંતર્ગત 89756 યુવાનો, 45 થી 59 વયજૂથના 116558 અને 60 વર્ષથી વધુ વય મર્યાદા ધરાવતા 123613 એમ મળી કુલ 329927 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. તેમજ 45 થી 59 વર્ષના 61350 અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 62835 એમ મળી કુલ 124185 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. ખાંભાના જીકિયાળી ખાતે રસીનો પ્રથમ ડોઝ લેનાર દેવજીભાઇ જણાવ્યું હતું કે રસીકરણ માટે આરોગ્ય કર્મીઓએ ઘરે ઘરે જઈને માર્ગદર્શન આપ્યું હતું.

અમરેલી ડેરી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા સત્યજીતભાઇએ જણાવ્યું હતું કે કોવિડ વેબ પોર્ટલ ઉપર માત્ર 1 મિનિટની પ્રક્રિયામાં આપણે જાતે જ આપણો સ્લોટ નક્કી કરી શકીયે છીએ. રજીસ્ટ્રેશન કરાવ્યાના બીજા જ દિવસે રસી મળી હતી. જિલ્લામાં ગ્રામ્યકક્ષા અને શહેરી વિસ્તારોમાં વધારેમાં વધારે લોકોનું રસીકરણ થાય તે માટે આરોગ્ય વિભાગ પ્રયત્ન હાથ ધરી રહ્યું છે.

જિલ્લામાં કેટલા લોકોને કઈ રસી અપાઈ ?
અમરેલી જિલ્લામાં 162451 લોકોને કોવેકસીન અને 329961 લોકોને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી છે.

બાબરામાં 163 વેપારીએ કોરોનાની રસી લીધી
બાબરામાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે રસીકરણ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 163 વેપારીએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.  આ તકે મામલતદાર ડી.એમ. બગસરીયા અને ચેમ્બરના પ્રમુખ મુન્નાભાઇ મલકાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...