તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનના અભાવે મંદ પડી ઝુંબેશ:1 માસમાં માત્ર 11.91 % યુવાનાેને અપાઇ રસી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અેક પખવાડીયા પહેલા જે જાેરશાેરથી રસીકરણ ઝુંબેશ શરૂ કરાઇ હતી તે હવે મંદ પડી ગઇ છે. અમરેલી જિલ્લાને વેકસીનનાે પુરતાે જથ્થાે મળતાે નથી. આજે જિલ્લાને વેકસીનનાે એકપણ ડાેઝ મળ્યાે ન હતેા. 18થી 44 વર્ષની વય જુથના યુવાનાેને રસીકરણ શરૂ કર્યાને એક માસમા માત્ર 11.91 ટકા યુવાનાેને રસીનાે માત્ર પ્રથમ ડાેઝ આપી શકાયાે છે. અમરેલી જિલ્લામા 18 થી 44 વર્ષ સુધીની વય ધરાવતા 7,18,617 યુવાનાે છે. જિલ્લામા છેલ્લા એક માસથી આ યુવાનાેને વેકસીન આપવાનુ શરૂ કરાયુ છે.

અમરેલી જિલ્લામા ગત તારીખ 4 જુલાઇના રાેજથી 18થી 44 વર્ષ સુધીના લાેકાેને વેકસીન આપવાનુ શરૂ કરાયુ હતુ. શરૂઅાતથી જ અમરેલી જિલ્લામા વેક્સિનના પુરતા ડાેઝ આવતા ન હતા. જાે કે એક પખવાડીયા પહેલા રાજય સરકાર દ્વારા વેકસીનેશન માટે મહાઝુંબેશ શરૂ કરવામા આવી ત્યારે અમરેલી જિલ્લાને પુરતા ડાેઝ ફાળવવાનુ શરૂ કરાયુ હતુ. હાલમા પણ અમરેલી જિલ્લામા દરરાેજ 12 હજાર યુવાનાેને વેકસીન આપવાનાે ટાર્ગેટ રખાયાે છે.જાે કે એક માસના સમયગાળામા 7,18,617માથી માત્ર 85,593 યુવાનાેને એટલે કે 11.91 ટકા યુવાનાેને વેકસીન અાપી શકાય છે. અને તે પણ માત્ર પ્રથમ ડાેઝ અપાયાે છે. જાે વેકસીનેશનની અા જ ગતિ રહી તાે યુવાનાેને પ્રથમ ડાેઝ અને બાદમા બીજાે ડાેઝ આપતા એક વર્ષ કરતા વધુનાે સમય નીકળી જશે. અમરેલી જિલ્લાને દરરેાજ ભલે 12 હજાર વેકસીનનાે ટાર્ગેટ અપાયાે હાેય પરંતુ સરકારમાથી પુરતા પ્રમાણમા વેકસીન આવતી નથી. બીજી તરફ 45થી વધુ વયના લાેકાેમાથી માેટી સંખ્યામા લાેકાે એવા છે કે જેમણે હજુ વેકસીનનાે પ્રથમ અને બીજાે ડાેઝ લીધાે નથી. જેથી વેકસીનનાે અેક માેટાે જથ્થાે તેમને આપવામા પણ જઇ રહ્યાે છે. જાે 44+ વયના લાેકાેને ઝડપથી વેકસીન અાપી દેવાય તાે અાગળ જતા યુવાનાેના વેકસીનેશનમા પણ ઝડપ આવશે.

ટાર્ગેટથી અડધી રસી પણ આવતી નથી
અમરેલી જિલ્લામા સરકારમાથી પુરતાે વેકસીનનાે જથ્થાે આવી રહ્યાે નથી. પાછલા કેટલાક દિવસાેથી દર બે દિવસે 11 હજાર ડાેઝ આવી રહ્યાં છે તેની સામે રાેજે રાેજ 12 હજારનાે ટાર્ગેટ અપાયાે છે. વેકસીનના અભાવે લાેકેા જુદાજુદા કેન્દ્રાે પરથી પરત ફરી રહ્યાં છે.

રવિવારે જિલ્લામાં માત્ર 1 હજાર ડાેઝ અપાયા
રવિવારે અમરેલી જિલ્લાને ઉપરથી કાેઇ વેકસીન મળી ન હતી. જિલ્લામા માત્ર એક હજાર વેકસીનનાે ડાેઝ ઉપલબ્ધ હાેય તે જુદાજુદા કેન્દ્રાે પર માેકલવામા આવ્યાે હતાે. પરિણામે અનેક લાેકાેએ વેકસીન લીધા વિના પરત ફરવુ પડયુ હતુ.

45+ના 55 ટકા લાેકાેને અપાઇ રસી
જિલ્લામા 45થી વધુ વર્ષની વય ધરાવતા 4,26,191 લાેકાે છે. એક સપ્તાહ પહેલાની સ્થિતિએ આ વયજુથના 55 ટકા લાેકાેને વેકસીનનાે પ્રથમ ડાેઝ આપી દેવાયાે છે. જેમાથી 49691 લાેકાેને વેકસીનનાે બીજાે ડાેઝ પણ આપી દેવાયાે છે.

અન્ય સમાચારો પણ છે...