તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ખોડિયાર ડેમમાંથી કેનાલમાં પાણી માટે 10 ટકા ખેડૂતોએ જ માંગણી કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી છોડાય તો અમરેલી અને ધારી તાલુકાના 18 ગામને ફાયદો થશે
  • 50 ટકા ફોર્મ થશે તો જ કેનાલમાં પાણી છોડવામાં આવશે: એન્જિનીયર

અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાયો છે. જેના કારણે ખેડૂતો પર એક આફત આવી પડી છે. ત્યારે સિંચાઈ વિભાગે ધારીના ખોડિયાર ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો. અને ખેડૂતો પાસેથી ફોર્મ મંગાવવામાં આવ્યા હતા. પણ 14 દિવસમાં માત્ર 10 ટકા ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવા ફોર્મ ભર્યા છે. જેના કારણે કેનાલમાં પાણી છોડવાના નિર્ણય પર અત્યારે ગ્રહણ જોવા મળી રહ્યું છે.

ધારી નજીક ખોડિયાર ડેમ વાવાઝોડામાં અને વરસાદના પ્રથમ રાઉન્ડમાં 90.49 ટકા જેટલો ભરાય ગયો છે. આ ડેમમાંથી 80 કિલોમીટરની મેઈન કેનાલમાં અમરેલી અને ધારી તાલુકાના 18 ગામની 4500 હેકટરમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે. પણ વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ અમરેલી અને લીલીયા સીવાયના 9 તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસયા નથી. અત્યારે ખેતરમાં રહેલ પાકને પાણીની તાતી જરૂરીયાત ઉભી થઈ છે.

વરસાદ ખેંચાતા સિંચાઈ વિભાગે ખોડિયાર ડેમ હેઠળની કેનાલમાં ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી હતી. પણ આ પ્રક્રિયાને 14 દિવસ જેટલો સમય વિતી ગયો છે. પણ અત્યાર સુધીમાં માત્ર 10 ટકા ખેડૂતોએ જ કેનાલમાં પાણી આપવા માટે સિંચાઈ વિભાગ પાસે માંગણી કરી છે. ધારી ખોડિયાર ડેમના એન્જીન્યર હિરેનભાઈ વાજાએ જણાવ્યું હતું કે સિંચાઈ સલાહકાર સમિતિના ઠરાવ હેઠળ 50 ટકા ફોર્મ રજુ થશે. તો પાણી કેનાલમાં છોડવામાં આવશે. 10 ટકા ખેડૂતોમાં પાણી કેનાલમાં છોડવું એ શક્ય નથી. આગામી દિવસોમાં 50 ટકા ફોર્મ આવશે. એટલે ખોડિયાર ડેમમાંથી પાણી અપાશે.

કેનાલમાં પાણી અપાઇ તો ક્યા ગામને ફાયદો ?
અમરેલી અને ધારી તાલુકાના મેડી, તરવડા, સાજીયાવદર, દેવરાજીયા, કેરીયાચાડ, શંભુપરા, તરકતળાવ તરાવડા અને સોનારીયા સહિતના 18 ગામને સિંચાઈ માટે ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...