તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખદ સમાચાર:જિલ્લામાં છેલ્લા1 સપ્તાહમાં કોરોનાના માત્ર 10 કેસ

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 48 કલાકથી એકેય પોઝિટીવ કેસ નોંધાયો નથી, કોરોના વોર્ડ ખાલી

અમરેલી જિલ્લામાં કોરોના ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યો છે. એક સમયે દરરોજના 25થી 30 પોઝિટિવ કેસ સામે આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી માત્ર એક-બે કે ત્રણ કેસ સામે આવે છે. એમાંય છેલ્લા એક સપ્તાહ દરમિયાન માત્ર દસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ત્રણ દિવસ એવા છે જ્યારે એક પણ કેસ નોંધાયો ન હતો.

કોરોનાએ અમરેલી પંથકમાં છેલ્લા 10 માસથી જનજીવન તબાહ કર્યું છે. અમરેલી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી ભલે મોડી થઈ હોય પરંતુ ત્યારબાદ પીક પર પહોંચેલા કોરોના એ જનજીવન વેરવિખેર કરી નાખ્યું હતું. પાછલા કેટલાક સમયથી કોરોના હવે નિયંત્રણમાં આવી રહ્યો છે. એક તરફ વેક્સિનેશનની શરૂઆત થઇ ચૂકી છે. અને બીજી તરફ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. અગાઉ જેવી સાવચેતી દાખવી હતી તેવી જ સાવચેતી રાખવામાં આવે તો કોરોના પર ઘણા અંશે નિયંત્રણ આવે તે દિવસો દુર નથી.

અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન માત્ર 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં સોમવારે અને મંગળવારે કોરોનાના એક પણ કેસ નોંધાયા ન હતા. આવી જ રીતે પાંચમી તારીખે પણ એક પણ કેસ નોંધાયો ન હતો. સપ્તાહના બાકીના ચાર દિવસો દરમિયાન કુલ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા પણ તળિયે પહોંચી ગઇ છે. આમ,સિવિલ હોસ્પિટલનો કોરોના વોર્ડ ખાલીખમ છે. આ સ્થિતિ સુખદ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો