અમરેલી કોરોના LIVE:જિલ્લામાં મંગળવારે માત્ર 1 કેસ નોંધાયો, એક્ટિવ કેસનો આંક 47

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે જિલ્લામાં 23 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

અમરેલી જિલ્લામાં કોરોના વિદાય તરફ ભણી છે. ગઈકાલે મંગળવારે જિલ્લામાં માત્ર એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસનો આંક 47 રહ્યો છે.

રાજ્યના અન્ય જિલ્લાઓની માફક અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં ગઈકાલે માત્ર એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. આજે 23 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. અમરેલી શહેરમાં 1 કેસ આવ્યો છે અન્ય તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં હાલ એકપણ દર્દી દાખલ નથી.

અન્ય સમાચારો પણ છે...