ઉલટી ગંગા:ઓનલાઇન ભણાવે તેને વેક‌સિનનાે ડાેઝ, જ્યારે ઓફલાઇન ભણાવે તેને ડોઝ નહીં !!

વડીયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડિયા પંથકમાં ગ્રાન્ટેડ હાઇસ્કુલના શિક્ષકાેને ન અપાયાે બુસ્ટર ડાેઝ, લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવો

અારાેગ્ય તંત્ર દ્વારા વડીયા પંથકમા ફ્રન્ટલાઇન વર્કર અને ગંભીર બિમારી ધરાવતા સિનીયર સિટીઝનને બુસ્ટર ડાેઝ અાપવાનાે અારંભ કરાયાે છે. જાે કે શિક્ષકાેને ત્રીજાે ડાેઝ અાપવામા માેટી વિસંગતતા સામે અાવી છે. હાલમા પ્રાથમિક શાળાઅાેમા અાેફલાઇન શિક્ષણ બંધ કરવામા અાવ્યું છે. શિક્ષકાે બાળકાેને અાેનલાઇન ભણાવી રહ્યાં છે. અામ છતા અા શિક્ષકાેને ફ્રન્ટલાઇન વર્કર ગણી વેકસીનનાે બુસ્ટર ડાેઝ અાપવામા અાવી રહ્યાે છે. માેટી વિસંગતતા અે છે કે ગ્રાન્ટેડ હાઇસ્કુલના શિક્ષકાે અાેફલાઇન ભણાવે છે. શિક્ષકાે અને વિદ્યાર્થીઅાે દરરાેજ હાઇસ્કુલમા અાવે છે. ત્યારે તેમને પણ બુસ્ટર ડાેઝની જરૂર છે પરંતુ અારાેગ્ય તંત્ર દ્વારા અા શિક્ષકાેને બુસ્ટર ડાેઝ અાપવામા અાવી રહ્યાે નથી. અા વિચિત્ર સ્થિતિના કારણે વિદ્યાર્થીઅાેના ભાવિ પર પણ જાેખમ છે.

દરમિયાન વડીયામા સુરગવાળા હાઇસ્કુલ ખાતે તાેરી પીઅેચસી દ્વારા રસીકરણ કેમ્પ યાેજાયાે હતાે. જેમા 200 ફ્રન્ટલાઇન વર્કરને બુસ્ટર ડાેઝ અાપવામા અાવ્યાે હતાે. અમરેલી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તુલસી મકવાણાઅે જણાવ્યું હતુ કે વહિવટી તંત્રની બેધારી નિતીના કારણે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકાેને અન્યાય થઇ રહ્યાે છે.

અહીના સામુહિક અારાેગ્ય કેન્દ્રના ડાેકટર અેમ.સી.ગજેરાઅે ફ્રન્ટલાઇન વર્કરાેને ત્રીજાે ડાેઝ લઇ લેવા અપીલ કરી હતી. ઉપરાંત લાેકાેને ગાઇડલાઇનનુ પાલન કરવા તથા કાેરાેનાના લક્ષણ જણાય તાે ટેસ્ટ કરાવી સારવાર લેવા અનુરાેધ કર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...