વાવેતર:જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં 534 હેકટરમાં ડુંગળીનું વાવેતર વધ્યું

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટમાં અત્યારે સ્થાનિક ડુંગળીની પુષ્કળ આવક : રૂપિયા 10ના પ્રતિ કિલાે જથ્થાબંધ ભાવે વેચાણ

અમરેલી જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં 534 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર વધ્યું છે. અત્યારે માર્કેટમાં સ્થાનિક ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે. જેના કારણે પ્રતિ કિલાે રૂપિયા 10ના જથ્થાબંધના ભાવે વેચાઈ રહી છે. હજુ પણ આગામી દિવસોમાં માર્કેટમાં લીલી ડુંગળીની આવકમાં વધારો થશે.

જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળું વાવેતરમાં વધારો થયો જ છે. ત્યારે ડુંગળીના વાવેતરમાં પણ વધારો થયો છે. ગત વર્ષે જિલ્લામાં 1270 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. પણ ઓણસાલ 534 હેકટર વધીને 1804 હેક્ટર પર વાવેતર પહોંચી ગયું હતું. અત્યારે તાજી ડુંગળીની આવક શરૂ થઈ સુકી છે.

માર્કેટ યાર્ડમાં શાકભાજીના વેપારીએ જણાવ્યું હતું કે અત્યારે સ્થાનિક ડુંગળીની આવક શરૂ થઈ ગઇ છે. આવક વધી છે. જેના કારણે ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થયો છે. પહેલા રૂપિયા 700માં મણ મળતી હતી. અત્યારે રૂપિયા 100 થી 200ના ભાવે ડુંગળીનું વેંચાણ થઈ રહ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં વધારો થશે.

છુટકમાં ડુંગળી ડબલ ભાવે વેચાઇ રહી છે
અમરેલી માર્કેટમાં રૂપિયા 10ના જથ્થાબંધ ભાવે પ્રતિ કિલાે ખરીદી કરવામાં આવે છે. પરંતુ લારી, શાકમાર્કેટ થતા છુટકમાં ડુંગળી પ્રતિ કિલ્લો રૂપિયા 20માં વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...