કાર્યક્રમ ભારે પડ્યો:ચાલુ સ્કુલે સેવાસેતુ કાર્યક્રમ ભારે પડ્યો, ઉજળા ગામના શિક્ષક કોરોના પોઝિટિવ

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવાર સુધી શાળા બંધ કરાઇ : અમરેલી જિલ્લામાં વધુ 9 કેસ નોંધાયા

કાેરાેના બેકાબુ બનીને વધી રહ્યાે છે તેવા સમયે પણ સરકારી કાર્યક્રમાે પર કાેઇ રાેક લાગી રહી નથી. જેથી અાવા કાર્યક્રમાે પણ કાેરાેના વધુ ફેલાવવાનુ કારણ બની શકે છે. વડીયા તાલુકાના માેટા ઉજળા ગામે ગત સપ્તાહે ચાલુ શાળાઅે સેવાસેતુ કાર્યક્રમ યાેજાયાે હતાે. જેમા અાસપાસના ગામાેમાથી લાેકાે ઉમટયા હતા. કર્મચારીઅાે પણ માસ્ક વગર નજરે પડયા હતા. હવે અાજે અા શાળાના અેક શિક્ષક કાેરાેના પાેઝીટીવ અાવ્યા છે. જેને પગલે બાળકાે અને શાળાના શિક્ષકાેના પણ અારટીપીસીઅાર ટેસ્ટ કરવા શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

અેટલુ જ નહી રવિવાર સુધી અહીની શાળા બંધ કરવામા અાવી છે.અાજે અમરેલી જિલ્લામા વધુ 9 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. જે પૈકી સાૈથી વધુ 5 કેસ અમરેલી શહેરમા નાેંધાયા હતા. અા ઉપરાંત ધારીમા 2 તથા જાફરાબાદ અને રાજુલામા 1-1 કેસ નાેંધાયાે હતાે. અાજે જિલ્લામા 7963 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી. ઉપરાંત 2363 લાેકાેના કાેરાેના ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 9 દર્દી પાેઝીટીવ અાવ્યા હતા.

કાેરાેનાના વધતા કેસ વચ્ચે સાવધ રહેવા લાેકાેને અાઇઅેમઅેની અપીલ અાઇઅેમઅેના અમરેલી જિલ્લાના અધ્યક્ષ ડાે.જી.જે.ગજેરાઅે જણાવ્યું હતુ કે કાેરાેનાની અા લહેર ઝડપથી અાગળ વધી રહી છે. નવા વાેરીયન્ટમા સંક્રમણ ફેલાવવાની ઝડપ અસાધારણ છે. જેથી સંક્રમણથી બચવા માટે લાેકાેઅે સાવધાન રહેવુ જાેઇઅે. માસ્કનાે નિયમીત અને યાેગ્ય રીતે ઉપયાેગ કરવાે જાેઇઅે, ભીડભાડવાળી જગ્યામા જવાનુ ટાળવુ જાેઇઅે અને સાેશ્યલ ડિસ્ટન્સ જાળવવુ જાેઇઅે.

અન્ય સમાચારો પણ છે...