તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હનુમાન ગાળા મંદિરે દર્શને જતા ત્રણ મિત્રોની કારને અકસ્માત,એકનું મોત, બેને ઇજા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાવડી નજીક સામેથી આવતી કાર ગાેળાઇ કાપી ન શકતા અકસ્માત

અમરેલી તાલુકાના ફતેપુર ગામના ત્રણ મિત્રાે પાેતાની કારમા ખાંભા નજીક હનુમાન ગાળા નજીક દર્શને જઇ રહ્યાં હતા ત્યારે વાવડી ગામ નજીક ગાેળાઇમા સામેથી અાવતી કાર સાથે અકસ્માત સર્જાતા અેક મિત્રનુ માેત થયુ હતુ. જયારે બેને ઇજા પહાેંચી હતી. જીવલેણ અકસ્માતની અા ઘટના ગઇકાલે સવારે દસેક વાગ્યાના સુમારે ચલાલા તાબાના ગરમલી વાવડી રાેડ પર બની હતી.

અમરેલી તાલુકાના ફતેપુર ગામના રાહુલ ચકુભાઇ સાેલંકી (ઉ.વ.30) તથા તેના બે મિત્રાે ચિરાગ અરવિંદભાઇ ચુડાસમા અને રવિ વિનુભાઇ ગાંગડીયા ગઇકાલે સવારે રવિભાઇની કાર નંબર જીજે 01 અેચસી 5624 લઇ ખાંભા નજીક હનુમાન ગાળામા મંદિરે દર્શને જવા માટે નીકળ્યાં હતા. ગરમલી અને વાવડી ગામની ગાેળાઇમા તેમની કાર પહાેંચી ત્યારે સામેથી અાવી રહેલી જીપ નંબર જીજે 23 સીઅે 4877ના ચાલકે ગાેળાઇ કાપી ન શકતા અકસ્માત સર્જાયાે હતાે.અકસ્માતને પગલે બંને ગાડી ખાળીયામા ફંગાેળાઇ હતી.

ત્રણેય મિત્રાેને ઇજા પહાેંચતા 108 અેમ્બ્યુલન્સ મારફત સારવાર માટે પ્રથમ ચલાલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રીફર કરાયા હતા. કાર ચાલક રવિભાઇ ગાંગડીયાને પેટમા સ્ટીયરીંગ વાગ્યુ હાેય વધુ સારવાર માટે રાજકાેટ રીફર કરાતા રસ્તામા જ તેનુ માેત થયુ હતુ. રાહુલ સાેલંકીઅે અા અંગે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ચલાલા પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે. બનાવની તપાસ પીઅેસઅાઇ અે.પી.ડાેડીયા ચલાવી રહ્યાં છે.આ બનાવને પગલે પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...