ટ્રકની ટક્કરે બાઇક સવારે જીવ ગુમાવ્યો:બગસરા-વીસાવદર રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક બાઇક સવારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
  • હાલમાં આ અંગે વીસાવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

અમરેલી જિલ્લામાં હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જ્યારે બગસરા-વીસાવદર રોડ ઉપર આવેલા ભાલગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક સવાર બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગંભીર હાલતમાં અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઈજાગ્રસ્તોને પ્રથમ બગસરા 108 દ્વારા બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એકનું મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ભાલગામ પાસે થયેલા ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇકસવાર હરેશભાઇ રઘુભાઈ જીંજુવાડીયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇક સવાર રાજુભાઇ પ્રાગજીભાઈ સીહોરા ગંભીર રીતે ઘાયલ થયા હોવાને કારણે તેમને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે હાલમાં આ અંગે વીસાવદર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

પુરપાટ સ્પીડે દોડતા વાહનો સામે કેમ લાલ આંખ નહિ?
​​​​​​​અકસ્માતની ઘટનાઓ હાઇવે ઉપર સતત વધી રહી છે, તેની સામે ટ્રાફિક શાખા અને RTO વિભાગની લાલ આંખ કેમ થતી નથી તેવો સવાલ સતત ઉઠી રહ્યો છે. કારણ કે મોડી રાતે ટ્રાવેલ્સ બસ ચાલકો, ટ્રક ચાલકો, એસ.ટી.બસ ચાલકો અને તમામ નાના-મોટા વાહનો બેફામ દોડે છે, તેમની સ્પીડ અતિ વધારે જોવા મળે છે. જેના કારણે અકસ્માત વધી રહ્યા છે, જેને કંટ્રોલ કરવાથી અકસ્માત ઘટી શકે છે.

અન્ય સમાચારો પણ છે...