તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખાંભા-અમરેલી રોડ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેકટર પલટ્યું, એકનું મોત અને એક ઘાયલ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેકટર ચાલક દ્વારા કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

અમરેલી જિલ્લામા આવેલ ખાંભાથી અમરેલી રોડ પર આવેલ લાપળા ડુંગર નજીક ટ્રેકટર લોખંડના ભરેલા સળીયા સાથે પસાર થતુ હતુ. સાવરકુંડલા તરફ થી લોખંડના સળીયા ભરેલું ટ્રેકટર આવતું હોવાનુ જાણવા મળી રહ્યું છે ટ્રેકટર ડ્રાયવર દ્વારા બેલેન્સ ગુમાવતા સાઈડમાં ટ્રેકટર ખાડામા ઉતરી ગયું જેના કારણે ઘટના સ્થળે ચાલક નરસીહભાઈ પુનાભાઈ ડાભી ઉંમર 42 ગામ રેહવસી હેમાળ ગામ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે અન્ય 1 વ્યક્તિ ને ઇજા થતા તેમને 108 મારફતે પ્રથમ ખાંભા ત્યાર બાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત ની જાણ થતા મૃતકના પરિવારજનો પણ ખાંભા હોસ્પિટલમા દોડી આવ્યા હતા અને શોક છવાયો હતો ઘટના બાદ ખાંભા પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.ખાંભા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કામગીરી કરીહ તી.અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ તપાસ હાથ ધરી છે અને અકસ્માત નો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...