દુર્ધટના:ડુંગર નજીક ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાજણવાવનો યુવક મજુરીકામ કરી પરત ફરી રહ્યો હતો

રાજુલા તાલુકાના ડુંગર નજીક ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા સાજણવાવના યુવકને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી છુટયો હતો. યુવકની લાશને પીએમ માટે મહુવા દવાખાને ખસેડાઇ હતી.અહીના સાજણવાવમા રહેતા નકલેશભાઇ બહાદુરભાઇ ભુરીયા નામનાો યુવાન ડુંગર ગામે મજુરી કામ કરી રીક્ષા નંબર જીજે 05 બી ડબલ્યુ 8150ના બેસીને સાજણવાવ પરત ફરી રહ્યાે હતાે. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેકટરના ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જયો હતો.અકસ્માત સર્જાતા નકલેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને 108 અેમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે મહુવા દવાખાને ખસેડાયો હતેા. જયાં ફરજ પરના ડાેકટરે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી છુટયો હતો. બનાવ અંગે દિલીપભાઇ ભુરીયાઅે ડુંગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...