હિટ એન્ડ રન:ધારીના ચલાલાથી ગરમલી રોડ પર રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી રિક્ષા ચાલક નાસી છૂટ્યો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેરથી ચરખા ગરમલી જવાના રસ્તા પર રિક્ષા ચાલકે બાઇકને ઓવર ટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક સાથે અકસ્માત સર્જી રિક્ષા ચાલક નાસી છૂટ્યો હતો. રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાતા ચલાલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

ચલાલાના ચરખા ગરમલી જવાના રસ્તા પર હનુમાન દાદાની મઢી પાસે રોડ પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જયદીપભાઈ નામના વ્યક્તિ બાઈક ચલાવી રહ્યા હતા અને ચલાલા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ભાર રિક્ષા નં.(GJ-05-V-5956)ના ચાલકે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવી અને ગફલતભરી રીતે બાઈકને રિક્ષા ઓવર ટેક કરવા જતા રિક્ષાનો પાછળનો ભાગ બાઇકને અડી જતા બાઈકએ કાબુ ગુમાવ્યો હતો અને સ્લીપ થઇ ગઈ હતી અને માર્ગની સાઈડમાં ખાળિયામાં ઉતરી ગઈ હતી. જેથી બાઈક ચાલકને ખભાના ભાગે ઇજા થઇ હતી. જ્યારે તેની પાછળના ભાગે બેઠેલા રમેશભાઈ રામભાઈ ખેતરીયાને માથાના ભાગે ઇજા થવાને કારણે તેને સારવાર માટે ખસેડાયો હતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું.

આ અંગે રાહુલભાઈ રમેશભાઈ ખેતરીયાએ પોલીસમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા અકસ્માતની ફરિયાદના આધારે ચલાલા પોલીસ દ્વારા અકસ્માત સર્જનારની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...