તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રાજુલાના દીપડ્યા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 3 ઈજાગ્રસ્ત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા અકસ્માત ની ઘટના વધી રહી હોય તેમ દરરોજ નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે. આજે રાજુલા વિજપડી રોડ પર દીપડયા ગામ નજીક સ્વીફ્ટ કાર અને પલસર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 4 થી વધુ લોકો ને ઇજા થઈ હતી. પ્રથમ 108 મારફતે રાજુલા હોસ્પિટલમા ખસેડાયા અને ત્યાર બાદ વધુ ગંભીર જણાતા મહુવા હોસ્પિટલમા ખસેડાયા હતા જેમા ધરતીબેન મનસુખભાઈ રહેવાસી અમૃતવેલ તાલુકો મહુવા ઉંમર 17 નું મહુવા હોસ્પિટલમા મોત થયુ છે.

અકસ્માતનો અન્ય એક બનાવ રાજુલાના ધુડીયા આગરીયા નજીક 2 સામે સામે ટ્રકો પુરપાટ ઝડપે આવતા હતા અને મોરે મોરા મા અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં આ બંને ટ્રક વચ્ચે અકસ્માત ની ઘટના વચ્ચે ત્રીજો ટ્રક પાછળ થી ઘુસી ગયો હતો. જોકે આ ઘટના મા પ્રથમ ટ્રક ચાલક ને સામાન્ય ઇજા થવા પામી છે પરંતુ ટ્રકો મા ભારે નુકસાન આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો