તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જાફરાબાદના બાલાનીવાવમાં ટ્રકચાલકે બાઈકચાલકને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મોત, એક ગંભીર

અમરેલી2 મહિનો પહેલા
સવારે 11 વાગ્યા આસપાસ અકસ્માત થયો હતો - Divya Bhaskar
સવારે 11 વાગ્યા આસપાસ અકસ્માત થયો હતો
  • ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રોડના અધૂરા કામના લઈ અકસ્માતો વધ્યા

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક આજે સવારે અકસ્માત થયો હતો. ટ્રકચાલકે બાઈકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
ઘટનાની વિગત અનુસાર સવારે 11 વાગ્યા આસપાસ બાઈકચાલક નાગેશ્રી તરફથી ચારનાળા રાજુલા આવી રહ્યો હતો. ત્યારે ટ્રકચાલક ઉના તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રકચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈકસવાર અશોકભાઈ મનુભાઈ મકવાણા (ઉંમર-22)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે બાઈકમાં સવાર અન્ય એક વ્યક્તિ રવિભાઈ સીદીભાઈ પરમાર નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

રોડના અધૂરા કામોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો
ઘટનાની જાણ થતાં નાગેશ્રી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નેશનલ હાઇવેના અધૂરા મુકેલા કામને લઈને અહીંયા અવારનવાર અકસ્માતો થાય છે. જેને લઈને અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. આમ રોડના અધૂરા કામને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

(જયદેવ વરૂ-અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો