રેતીચોરી:અમરેલી નજીકથી રેતી ચોરી કરતો એક ઝડપાયો

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

સાવરકુંડલા રોડ પરથી ટ્રેક્ટરમાં રેતી ચોરી કરતા શખ્સને પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 3,00,500નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં રેતી ચોરીનું દુષણ ફરી વધ્યું છે. અહીં શેત્રુંજી નદીના પટ્ટ ભુમાફીઆઓ માટે અડ્ડો બની ગયો છે. આવા રેત માફિયાઓને ઝડપી લેવા સતત પોલીસ કાર્ય કરી છે. છતાં પણ જિલ્લામાં રેતી ચોરી અટકવાનું નામ લેતી નથી. ત્યારે આજે અમરેલી તાલુકા પોલીસની ટીમ સાવરકુંડલા રોડ પર પેટ્રોલીંગમાં હતી. ત્યારે ભુપત લખુભાઈ મોલાડીયા ટ્રેકટર નંબર જી.જે.14 એમ 5106માં રેતી ચોરી કરી ગોખરવાડા તરફથી આવી રહ્યો હતો. જેની પૂછ પરછ કરતા રેતી ચોરીની હોવાનું જણાતા તેમની પાસેથી રૂપિયા 3,00,500નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...