તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો ખુશ:લીલિયામાં દોઢ, ખાંભા પંથકમાં એક ઇંચ વરસાદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં મોડી સાંજે વરસાદ શરૂ : ખેડૂતો ખુશ

લીલીયામાં આજે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. અહિં જોતજોતામાં દોઢ ઇંચ વરસાદ પડી જતા વાડી-ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતા. તો બીજી તરફ ગોઢાવદર, પુંજાપાદર, આંબા, કણકોટ, જાત્રુડા, ભેસાણ, સનાળિયા, હાથીગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

આ ઉપરાંત ખાંભા તાલુકાના નાના મોટા બારમણ, ભુડણી, ત્રાકુંડા, જીવાપર, ડેડાણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદના આગમન સાથે જ ખેતરોમાં મોંઘા ભાવના બિયારણને જીવનદાન મળી જશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે. અહીં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. તો અમરેલીમાં પણ આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...