મેઘમહેર:બાબરાના ગામડામાં દોઢ, શહેરમાં પોણો અને બગસરામાં અડધો ઇંચ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાબરા વરસાદથી કર્ણુકી નદીમાં પુર. - Divya Bhaskar
બાબરા વરસાદથી કર્ણુકી નદીમાં પુર.
  • અમરેલી, ધારી, વડિયા અને સાવરકુંડલામાં ઝાપટાં વરસતા રહ્યાં

અમરેલી જિલ્લામા છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આજે વરસાદનુ જોર થોડુ ઘટયુ હતુ. જિલ્લામા ઝાપટાથી માંડી પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતેા. જયારે દરિયાકાંઠાના વિસ્તારમા મેઘ વિરામ રહ્યો હતો. અમરેલી શહેર પર ગઇરાતથી જ સતત ઝાપટા પડી રહ્યાં છે. આમ તો તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી કરાઇ હતી.

લાઠી ઝાપટાં પડ્યા.
લાઠી ઝાપટાં પડ્યા.

પરંતુ આજે દિવસ દરમિયાન વરસાદનુ જોર થોડુ ઓછુ થયુ હતુ. અમરેલીમા સાંજ સુધીમા ઝાપટા સ્વરૂપે માત્ર 6મીમી વરસાદ નોંધાયો હતો. બાબરા પંથકમા સવારથી ધીમીધારે વરસાદ શરૂ હતો. અહી સાંજ સુધીમા 19મીમી એટલે કે પોણો ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. આવી જ રીતે બગસરા પંથકમા પણ અડધો ઇંચ વરસાદ થયો હતો.

જયારે ધારી, વડીયા, સાવરકુંડલા અને લાઠી પંથકમા હળવા ભારે ઝાપટા પડયા હતા. આજે દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ પંથકમા વરસાદી વાદળો તો છવાયા હતા. પરંતુ વરસાદ વરસ્યો ન હતો. તંત્ર દ્વારા હજુ આગામી ચોવીસ કલાક સુધી ગમે ત્યારે ભારે વરસાદની આગાહી કરાઇ છે.

તો બીજી તરફ બાબરાના ગ્રામ્ય વિસ્તારાેમા અાજે મેઘમહેર ઉતરી અાવી હતી. અહીના નવાણીયા, દરેડ, ખાખરીયા, ચમારડી, ઉંટવડ, ચરખા, વાવડી, ધરાઇ સહિતના ગામાેમા વહેલી સવારે દાેઢેક ઇંચ જેટલાે વરસાદ ખાબકી ગયાે હતાે. નવાણીયામા તાે બે ઇંચ વરસાદ પડી જતા કર્ણુકી નદીમા ઘાેડાપુર જાેવા મળ્યું હતુ.

કયાં કેટલો વરસાદ ?

બાબરા19મીમી
બગસરા11મીમી
ધારી8મીમી
વડીયા7મીમી
અમરેલી6મીમી
સાવરકુંડલા3મીમી
લાઠી2મીમી
અન્ય સમાચારો પણ છે...