તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ખાબક્યો:અમરેલી જિલ્લામાં ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાન વિભાગ દ્વારા આગાહી બાદ વરસાદી ઝાપટા પડ્યા

અમરેલી જિલ્લામાં ત્રીજા દિવસે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી બાદ વરસાદી ઝાપટા પડ્યા છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ વીજળી ન હોવાને કારણે વરસાદને લઈ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યાં છે.

શહેરમાં વરસાદી ઝાપટું પડતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો

અમરેલી જિલ્લામાં સતત બે દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળે છે. સતત 2 દિવસથી બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતો હતો. ત્યાર બાદ આજે ત્રીજા દિવસે સમગ્ર અમરેલી શહેરમાં વરસાદી ઝાપટું પડતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. કાળઝાળ ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. જ્યારે સતત 3 દિવસથી છૂટો છવાયો વરસાદ પડતા ઠંડક પ્રસરી જવા પામી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી બાદ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં હજુ વીજળી ન હોવાને કારણે વરસાદને લઈ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...