ક્રાઇમ:ખેતરમાં ચાલવા મુદ્દે યુવકે સગાભાઇને કુહાડી ઝીંકી

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના શેડુભાર ગામની ઘટના
  • ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી

શેડુભારમા રહેતા એક યુવકને તેના સગા ભાઇએ ખેતરમા ચાલવા મુદે મનદુખ રાખી કુહાડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવક પર કુહાડી વડે હુમલાની આ ઘટના અમરેલીના શેડુભારમા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા ઘનશ્યામભાઇ બાવચંદભાઇ ગજેરા (ઉ.વ.44) નામના યુવકે અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાઇ મુકેશે તુ મારા ખેતરમાથી શું કામ ચાલે છે કહી ઉશ્કેરાઇ ગયો હતો અને કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએસઆઇ આર.એન.માલકીયા દ્વારા વધુ આગળની ધોરણસરની  તપાસ ચલાવવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...