સાવરકુંડલા તાલુકાના સીમરણ નજીકની ઘટના:ઓવરટેકના મુદ્દે ચાલકને મારવાની ધમકી આપી કારની લૂંટ ચલાવાઈ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના યુવાનને બાઈક પર આવેલા બે શખ્સે લૂંટી લેતા ફરિયાદ નોંધાવી

અમરેલીનો એક યુવાન પોતાની કાર લઇ સાવરકુંડલાના સીમરણ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સોએ આવી કાર ઉભી રખાવી ઓવરટેક કરવાના મુદ્દે બોલાચાલી કરી રૂપિયા અઢી લાખની કિંમતની કારની લૂંટ કરી નાસી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. કારની લૂંટની આ ઘટના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામ નજીક ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અમરેલીમાં મનસિટી વિસ્તારમાં રહેતા અને સુથારી કામ કરતા ઋતિલ ગોરધનભાઈ અડીયેચા નામના યુવાનને બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ લુટી લીધો હતો.

આ યુવાન સીમરન નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી બાઈક લઇ બે અજાણ્યા યુવાનો આવ્યા હતા. અને તેને ઓવરટેક કરી કાર અટકાવી હતી. બંને શખ્સોએ તું કાર અમારી સાથે ટકરાઈ જાય તે રીતે ચલાવે છે તેમ કહી બોલાચાલી કરી બે લાફા મારી મારી નાખવાની ધમકી આપી હતી. અને બાદમાં રૂપિયા અઢી લાખની કિંમતની કાર લઇ યુવકને પુલ પર ઉભો રહેવા દઈ નાસી ગયા હતા. બનાવ અંગે રૂતિલભાઇએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં પહોંચી જઈ બંને અજાણ્યા બાઈક ચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પીએસઆઇ જી. એમ. જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...