તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ગામની યુવતી સાથે પ્રેમલગ્ન મુદ્દે પ્રૌઢાને બે શખ્સે માર માર્યો

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગસરા તાલુકાના માવજીંજવાનો બનાવ
  • બનાવ અંગે પ્રૌઢાએ બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

બગસરા તાલુકાના માવજીંજવામા રહેતા અેક પ્રાૈઢાની દીકરીના પુત્રઅે ગામની અેક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હાેય જે મુદે મનદુખ રાખી બે શખ્સાેઅે પ્રાૈઢાને મારમારી ધમકી અાપતા તેણે અા બારામા બગસરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

અહી રહેતા વાલીબેન ગાેરાભાઇ જાદવ (ઉ.વ.57) નામના પ્રાૈઢાઅે બગસરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની દીકરી મંજુબેનના દીકરા અમીતે ગામના માેહનભાઇ દાફડાની દીકરી અલકા સાથે પ્રેમલગ્ન કર્યા હાેય તેનુ મનદુખ રાખી દયાબેન માેહનભાઇ દાફડા અને લાભુબેન માેહનભાઇઅે તેની સાથે બાેલાચાલી કરી ઢીકાપાટુનાે મારમારી ધમકી અાપી હતી. જયારે લાભુબેન માેહનભાઇ દાફડાઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની પુત્રીને દાેઢેક માસ પહેલા અમીત ભગાડી ગયાે હાેય અને પ્રેમલગ્ન કર્યા હાેય તે મુદે ઠપકાે અાપવા જતા વાલીબેન ગાેરાભાઇ જાદવ, ઇન્દુબેન વિનુભાઇ, જયંતીભાઇ ગાેરાભાઇ, પરેશભાઇ વિરજીભાઇ અને સચીન વિરજીભાઇ નામના શખ્સાેઅે બાેલાચાલી કરી ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...