એજ્યુકેશન:પ્રથમ દિવસે 9801 બાળકાે શાળાએ પહાેંચ્યા

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમરેલી માણેકપરા પ્રાથમિક શાળામાં બાળકોને ટેમ્પરેચર માપી બાદમાં વર્ગમાં સોશ્યલ ડિસ્ટન્સમાં બેસાડવામાં આવ્યા હતાં. - Divya Bhaskar
અમરેલી માણેકપરા પ્રાથમિક શાળામાં બાળકોને ટેમ્પરેચર માપી બાદમાં વર્ગમાં સોશ્યલ ડિસ્ટન્સમાં બેસાડવામાં આવ્યા હતાં.
  • 20 માસ બાદ અમરેલી જિલ્લામાં 763 શાળામાં ધોરણ 1 થી 5 વર્ગો થયા શરૂ: વિદ્યાર્થીઅોએ ઉત્સાહ સાથે સ્કૂલ જવા રવાના થયા
  • ​​​​​​​શિક્ષકાેઅે કુમકુમ તિલક કરી બાળકાેને અાવકાર્યા : બાળકાેનંુ ટેમ્પરેચર મપાયું : માસ્ક અને સાેશ્યલ ડિસ્ટન્સ સાથે વર્ગખંડાે શરૂ

સરકાર દ્વારા 20 માસ બાદ ધાેરણ 1 થી 5ના વર્ગાે શરૂ કરવા જાહેરાત કરતાની સાથે અાજે અમરેલી જિલ્લામા 763 પ્રાથમિક શાળામા ધાેરણ 1 થી 5ના 9801 બાળકાે ઉત્સાહભેર શાળાઅે પહાેંચી ગયા હતા. શિક્ષકાે દ્વારા બાળકાેને કુમકુમ તિલક કરી અાવકારાયા હતા. તમામ બાળકાેનુ ટેમ્પરેચર મપાયુ હતુ અને માસ્ક તેમજ સાેશ્યલ ડિસ્ટન્સ સાથે અભ્યાસ શરૂ કરાવાયાે હતાે.

અમરેલીમા સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઅાેમા ધાેરણ 1 થી 5ના બાળકાે હાેંશેહાેંશે શાળાઅે પહાેંચ્યા હતા. અહી માણેકપરા પ્રાથમિક શાળા ખાતે બાળકાેને અાવકારાયા હતા. શિક્ષકાે દ્વારા તમામ બાળકાેનુ પ્રથમ ટેમ્પરેચર માપી રજીસ્ટરમા નાેંધણી કરાવાઇ હતી. અને બાદમા કલાસરૂમમા સાેશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બાળકાેને બેસાડવામા અાવ્યા હતા. બાળકાેને શાળાઅે મુકવા અાવતા વાલીઅાે પાસેથી સંમતિપત્ર લખાવાયુ હતુ.

તાે બાબરામા સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઅાેમા રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થયુ હતુ. અહીની સરકારી પ્રાથમિક કન્યાશાળા ખાતે ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓનું જિલ્લા પંચાયતના સભ્ય હિંમતભાઈ દેત્રોજા, નગરપાલિકા સભ્ય લલિતભાઈ આંબલિયા દ્વારા કુમકુમ તિલક કરી તમામ વિદ્યાર્થીઓના મો મીઠા કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઇ વિરોજા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સોનિયાબેન કોટડીયા, કેળવણી નિરીક્ષક ભુપતભાઈ દોમડીયા, વિજયભાઈ સેંજલિયા ઉપસ્થિત રહ્યા હતા રહ્યા હતા.

આચાર્ય અમિતભાઈ દલસાણિયા, ભાર્ગવભાઈ ત્રિવેદી, સત્યદિપસિંહ સરવૈયા તથા શાળા પરિવારે બાળકાેને અાવકાર્યા હતા. જયારે લાઠીમા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામા સરકારની ગાઇડલાઇન મુજબ બાળકાેને પ્રવેશ અપાયાે હતાે. અહી પણ બાળકાેનુ કુમકુમ તિલક કરાયુ હતુ અને બાદમા સેનેટાઇઝ કરી સાેશ્યલ ડિસ્ટન્સ સાથે બાળકાેને શાળામા પ્રવેશ અપાયાે હતાે. અામ જિલ્લાની 763 પ્રાથમિક શાળામા અાજે 9801 બાળકાે હાજર રહ્યાં હતા.

અાગામી દિવસાેમાં બાળકોની સંખ્યા વધશે
પ્રાથમિક શાળામા અાજે શિક્ષણ કાર્યનાે પ્રથમ દિવસ હતેા. જાે કે અાગામી અેક સપ્તાહમા બાળકાેની સંખ્યા વધશે. જેથી સરકારની સુચના મુજબ 50 ટકાની સંખ્યા મુજબ કલાસરૂમમા બાળકાેને શિક્ષણ અાપવામા અાવશે. અા ઉપરાંત બાળકાેને અેકાતરા પણ બાેલાવવામા અાવશે.

વાલીઅાેઅે સંમતિપત્ર લખી અાપ્યા
અાજથી ધાેરણ 1 થી 5નુ શિક્ષણ કાર્ય શરૂ થતાની સાથે જ બાળકાે ઉત્સાહભેર શાળાઅે અાવી પહાેંચ્યા હતા. વાલીઅાેઅે પણ શાળામા જ સંમતિપત્ર લખી અાપ્યા હતા. અાજે 9801 વાલીઅાેઅે સંમતિપત્ર ભર્યા હતા.

બાળકાેના ટેમ્પરેચરની રજીસ્ટરમાં નાેંધ કરાશે
ધાેરણ 1 થી 5ના બાળકાે માટે શાળાઅે દરરાેજ બાળકાેનુ ટેમ્પરેચર માપી રજીસ્ટરમા તેમની નાેંધ કરાશે. અા ઉપરાંત કાેઇ બાળકને શરદી, તાવ, ઉધરસ જેવા લક્ષણાે હશે તેમને શાળાઅે ન માેકલવા પણ વાલીઅાેને જણાવાયું છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...