તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન શિક્ષણ સદી ગયું:પ્રથમ દિવસે 27 ટકા છાત્રો સ્કૂલે આવ્યા

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થતાં બાળકો શાળાએ આવી પહોંચતા શાળા સંચાલકોએ કોરોનાની ગાઇડલાઇન મુજબ તપાસ કરી. - Divya Bhaskar
ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થતાં બાળકો શાળાએ આવી પહોંચતા શાળા સંચાલકોએ કોરોનાની ગાઇડલાઇન મુજબ તપાસ કરી.
  • રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં 6 માસ બાદ ફરી પ્રાથમિક શાળાઅાે ધમધમી: ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરાયા
  • 73 ટકા વાલીઅાેઅે હજુ નથી અાપ્યા સંમતિપત્ર : 62833માંથી 17083 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં, સામાજિક અંતરનું પાલન કરાવાયું

સરકાર દ્વારા પ્રાથમિક શાળાના ધાેરણ 6 થી 8ના વર્ગાે શરૂ કરવાનાે નિર્ણય લેવાતા અાજે પ્રથમ દિવસે અમરેલી જિલ્લામા માત્ર 27.19 ટકા છાત્રાે જ શાળાઅે પહાેંચ્યા હતા. 73 ટકા જેટલા વાલીઅાેઅે હજુ સંમતિપત્ર અાપ્યા નથી. અાવતીકાલથી છાત્રાેની સંખ્યામા વધારાે થશે. બીજી તરફ છ માસના લાંબા ગાળા બાદ ફરી પ્રાથમિક શાળાઅાે ધમધમતી થતા છાત્રાેને માે મીઠા કરી વધાવાયા હતા.

કેારેાનાની ત્રીજી લહેરમા બાળકાે પર વધુ જાેખમ હાેવાના અંદેશા વચ્ચે ગાઇડલાઇનના સખત પાલન સાથે અમરેલી જિલ્લામા પ્રાથમિક શાળાઅાેમા ફરી શિક્ષણ કાર્ય શરૂ થયુ છે. અાજે શાળા ખુલવાનાે પ્રથમ દિવસ હતાે. હાઇસ્કુલાેમા તાે શિક્ષણ શરૂ થઇ ગયુ છે. પરંતુ પ્રાથમિક શાળાઅાેમા તાળા લાગેલા હતા. પરંતુ ધાેરણ 6 થી 8ના વિદ્યાર્થીઅાેના અાગમન સાથે પ્રાથમિક શાળાઅાેના અાંગણા પણ ધમધમી ઉઠયાં છે. ઠેકઠેકાણે શિક્ષકાે અને સંચાલકાેઅે શાળા સજાવી હતી. વિદ્યાર્થીઅાેને માે મીઠા કરાવી તિલક લગાવી અાવકારવામા અાવ્યાં હતા.

અમરેલી જિલ્લામા ધાેરણ 6 થી 8મા 62833 છાત્રાે નાેંધાયેલા છે. જે પૈકી 17083 છાત્રાે અાજે પ્રથમ દિવસે અભ્યાસ માટે શાળાઅે અાવ્યાં હતા. અા છાત્રાેઅે પાેતાના વાલીના સંમતિપત્રાે અાપ્યા હતા. અામ 27.19 ટકા છાત્રાે પ્રથમ દિવસે સ્કુલ પહાેંચ્યા હતા. જાે કે હજુ 73 ટકા જેટલા વાલીઅાેઅે પાેતાના સંમતિપત્રાે અાપ્યા નથી અને પાેતાના સંતાનાેને પ્રથમ દિવસે શાળાઅે માેકલ્યા ન હતા. સરકાર દ્વારા કાેઇપણ કલાસમા 50 ટકા છાત્રાેને જ બેસાડવાની છુટ અપાઇ છે. જેને પગલે દરેક વર્ગખંડમા બેંચ પર માત્ર અેક-અેક છાત્રને જ બેસાડવામા અાવ્યાં હતા.

પ્રાથમિક શાળાઅાેમા કાેવિડ પ્રાેટાેકાેલનુ પાલન કઇ રીતે કરવુ તે અંગે છાત્રાેને સમજ અાપવામા અાવી હતી. બગસરાની તાલુકા શાળા નં-4મા વિદ્યાર્થીઅાેને માે મીઠા કરી અાવકારવામા અાવ્યા હતા અને તમામ છાત્રાેનુ ટેમ્પરેચર પણ મપાયુ હતુ. લાઠી પ્રાથમિક શાળા અને કન્યાશાળામા પ્રથમ દિવસે 104 છાત્ર અભ્યાસ માટે અાવ્યાં હતા.

બાબરાની પ્રાથમિક શાળાઅાે ધમધમી
બાબરાની સરકારી પ્રાથમિક અને કન્યાશાળા, વી.અેલ.ગેલાણી વિદ્યાલય, પંચશીલ વિદ્યાભવન, વિવેકાનંદ સ્કુલમા ધાેરણ 6 થી 8ના વર્ગ શરૂ થતા છાત્રાેને સેનેટાઇઝ કરી ફરજીયાત માસ્ક પહેરવાની અને અન્ય જરૂરી સુચનાઅાે અાપી અાવકારવામા અાવ્યાં હતા.

બાળકાે અાેનલાઇન અભ્યાસથી થાકયાં હતા
બાબરામા દેવેન્દ્રભાઇ જાની અને શિવરાજભાઇ ખાચર સહિતના વાલીઅાેઅે જણાવ્યું હતુ કે બાળકાે અાેનલાઇન શિક્ષણથી થાકયા હતા અને શાળા શરૂ થાય તેની રાહ જાેઇ રહ્યાં હતા. સરકાર દ્વારા છાત્રાેના હિતમા અા નિર્ણય લેવામા અાવતા વાલીઅાે અને છાત્રાેમા ખુશી જાેવા મળી હતી.> દેવેન્દ્રભાઇ જાની, વાલી

કોરોનાને લીધે ધાેરણ 1 થી 5ના વર્ગખંડનાે ઉપયાેગ
કાેઇપણ કલાસરૂમમા માત્ર 50 ટકા છાત્રાેને જ બેસાડવાના હાેય જયાં ધાેરણ 6 થી 8ના છાત્રાેને અન્ય વર્ગખંડમા ખસેડવાની ફરજ પડી ત્યાં ધાેરણ 1 થી 5ના વર્ગખંડનાે ઉપયાેગ કરવામા અાવ્યાે હતાે. ઉલ્લેખનીય છે કે હાલમા ધાેરણ 1 થી 5નુ શિક્ષણ બંધ હાેય દરેક સ્કુલમા અા વર્ગખંડ ખાલી છે.

છાત્રાેને શું શું સમજ અપાઇ
શાળાઅે અાવતા છાત્રાેને અેકબીજા પાસેથી પેન, નાેટબુક કે અન્ય ચિજવસ્તુઅાેની અાપલે ન કરવા સમજ અપાઇ હતી. અા ઉપરાંત દરેક છાત્ર પાેતાની પાણીની બાેટલ લાવે અને અેકબીજાને ન અાપે, અેકબીજાનાે નાસ્તાે પણ અરસપરસ ન અાપે વિગેરે જેવી બાબતાે સમજાવવામા અાવી હતી.

કુમકુમ તીલકથી છાત્રોનું સ્વાગત
6 મહિના બાદ ધો.6 થી 8 ના વર્ગો ખુલતા શિક્ષકોએ વિદ્યાર્થીને કુમકુમ તીલક કરી સ્વાગત કરી હોશભેર આવકાર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...