તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:પ્રથમ દિવસે જિલ્લામાં 2604 યુવાનને વેક્સિન અપાઇ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજુલા - Divya Bhaskar
રાજુલા
  • અમરેલી જિલ્લામાં 18 થી 45 વર્ષ માટે રસીકરણનાે આરંભ
  • સવારમાં યુવાનાેમાં ઓછાે ઉત્સાહ પણ બપાેર બાદ ભીડ ઉમટી

રાજ્યના 10 જિલ્લામા 18 વર્ષથી વધુ વયના યુવાનાે માટે લાંબા સમયથી રસીકરણ શરૂ કરી દેવાયુ છે. પરંતુ અમરેલી જિલ્લામા આ વર્ગ માટે આજથી રસીકરણનાે આરંભ કરવામા આવ્યાે હતાે. જેમા અાજે પ્રથમ દિવસે 18થી 44 સુધીની વય ધરાવતા 2604 લાેકાેને વેકસીન આપવામા આવી હતી. અમરેલી જિલ્લામા 45થી વધુ વર્ષની વય ધરાવતા લાેકાે માટે તાે વેકસીનેશનનાે પ્રાેગ્રામ લાંબા સમયથી ચાલી રહ્યાે છે. પાછલા કેટલાક સમયથી વેકસીનનાે જથ્થાે અાેછાે આવતાે હાેય આ વયજુથના લાેકાેનુ વેકસીનેશન પણ ધીમુ ચાલતુ હતુ.

જયારે બીજી તરફ રાજયના 10 જિલ્લાઅાેમા 18થી 44 વર્ષના લાેકાે માટે અગાઉ જ વેકસીનેશન શરૂ કરી દેવાયુ હતુ. અમરેલી જિલ્લાના યુવાનાે અહી પણ 18થી 44 વર્ષના લાેકાે માટે વેકસીનેશન શરૂ થાય તેની રાહ જાેઇ રહ્યાં હતા. દરમિયાન રાજય સરકાર દ્વારા અહી આજથી આ વયજુથ માટે વેકસીનેશન શરૂ કરવાનાે નિર્ણય લેવાયાે હતાે. 18થી 44 વર્ષ સુધીના યુવાનાે માટે જિલ્લામા જુદાજુદા 15 સ્થળે વેકસીન સેન્ટર કાર્યરત કરવામા આવ્યા હતા. પ્રથમ દિવસે અમરેલી જિલ્લામા ત્રણ હજાર યુવાનાેને વેકસીન આપવાનાે ટાર્ગેટ રાખવામા આવ્યાે હતાે.

અહી માેડી સાંજ સુધીમા 2604 યુવાનાેને વેકસીન આપી દેવામા આવી હતી. જાે કે વેકસીનેશનની પ્રક્રિયા માેડી સાંજે પણ શરૂ હતી. યુવાવર્ગની સાથે સાથે 45+ના લાેકાે માટે પણ વેકસીનેશન શરૂ રખાયુ હતુ. જેમા 45 વર્ષથી વધુ વયના 450 લાેકાેને આજે પ્રથમ ડાેઝ અપાયાે હતેા. જયારે 1221 લાેકાેને બીજાે ડાેઝ આપવામા આવ્યાે હતાે. જેમ જેમ વેકસીનનાે જથ્થાે આવતાે જશે તેમ તેમ આવનારા સમયમા અમરેલી જિલ્લામા વેકસીનેશન વેગ પકડશે.

લાઠી
લાઠી

વિજળીના અભાવે રજીસ્ટ્રેશનમાં તકલીફ
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમા હજુ વિજળીના ધાંધીયા છે. 100 જેટલા ગામડામા વાવાઝાેડાના કારણે વિજળી અાપી શકાઇ નથી. ત્યારે ગ્રામ્ય વિસ્તારાેમા યુવાનાેને રજીસ્ટ્રેશન કરાવવામા મુશ્કેલી પડી રહી હતી.

દરેક કેન્દ્ર પર 200 લાેકાેને વેક્સિન
અારાેગ્ય વિભાગે ઉભા કરેલા 15 વેકસીનેશન સેન્ટરને અાજે 200-200 લાેકાેને વેકસીન અાપવાનાે ટાર્ગેટ અપાયાે હતેા. જિલ્લામા 3 હજાર લાેકાેને વેક્સિન અાપવાનાે ટાર્ગેટ રખાયાે હતાે. તસવીર - વિશાલ ડોડીયા, દર્શન ઠાકર, જીતેશગીરી ગોસાઇ

કયા કયા સ્થળે વેક્સિનેશન સેન્ટર
અારાેગ્ય કેન્દ્ર દ્વારા 15 સ્થળે વેકસીનેશન સેન્ટર બનાવાયા છે. જેમા અમરેલીમા 3, બાબરા અને બગસરામા 2, ધારી, કુંકાવાવ, લીલીયા અને રાજુલામા 1-1 તથા લાઠી અને સાવરકુંડલામા 2-2 સેન્ટર ઉભા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...