• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • On The Birthday Of Prime Minister Narendra Modi, A 'Belly Government Of The Poor' Program Was Held In Amreli Under The Chairmanship Of Cabinet Minister Naresh Patel.

ઉજવણી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે અમરેલીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબિનેટ મંત્રીએ વેક્સિનેશન ડ્રાઈવ સેન્ટરની મુલાકાત લીધી ભાજપ સંગઠન દ્વારા પણ ગ્રામીણ વિસ્તારમાં અનેક કાર્યક્રમ કરાયા

અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન - નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના નવ નયુક્ત કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ યોજાયો હતો. અહીં પ્રાસંગિક ઉદ્ધબોધન આપતા મંત્રી નરેશ પટેલે સંબોધન કરતા કહ્યું કે, અગાઉ આપણી માતા બહેનોને ચુલાના ધુમાડાથી આરોગ્ય ઉપર માઠી અસર થતા તેઓને આ સમસ્યામાંથી ઉગારી લેવા ઉજ્જવલા યોજના શરૂ કરી આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. આજે ઉજ્જવલા યોજના 2.0 બીજા ફેઝની શરૂઆત થતા જિલ્લાની વધુમાં વધુ બહેનોને આ યોજનામાં આવરી લઇ તેઓના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવશે.

વડાપ્રધાન મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક દેશવાસીઓ અને ખાસ કરીને છેવાડાના ગરીબ માનવીની ચિંતા કરી લોકોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. જેનાથી શહેરોથી લઇ અંતરીયાળ ગામડામાં રહેતા લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે.

ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યુંઆ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકોને હુકમોનું અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 ના લાભાર્થીઓને ગેસના ચૂલા, રેગ્યુલેટર, પાઇપ સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અમદાવાદ ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉજ્જવલા 2.0 ફિલ્મ અને એસબીએમની ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકો અને ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધીદિલીપ સંઘાણી ટાઉન હોલ ખાતે કાર્યકમ પૂર્ણ કરી મેગા વેક્સિનેશન ડ્રાઇવ સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા વેકસીન લેવા આવતા લોકો સાથે સીધી વાત કરી હતી. ઉપરાંત આરોગ્ય અધિકારી કર્મચારી ટીમ સાથે સર્ચા વિચારણા કરી હતી. આ વિસ્તારમાં કેટલા લોકો જાગૃત આ પ્રકારની સર્ચા વિચારણા પણ કરી હતી.સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ખબર અંતર પૂછી મંત્રીએ ફૂટ વિતરણ કર્યું

કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાથે અમરેલી ભજપાની ટીમ સિવિલ હોસ્પિટલમાં પહોંચી દર્દીને ફૂટ વિતરણ કર્યું હતું. ઉપરાંત દર્દીના ખબર અંતર પુછ્યા હતા. આજે અમરેલી જિલ્લાભરમા મોદીના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ વેક્સિનેશન કેમ્પ ગરીબ પરિવારોને ચીજ વસ્તુ વિતરણ કર્યું હતું. ભાજપ સંગઠન દ્વારા પણ ગ્રામીણ વિસ્તારમાં અનેક કાર્યક્રમ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...