કાર્યક્રમ:વડાપ્રધાન મોદીના જન્મદિવસે અમરેલી જિલ્લામાં 20 સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાશે

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયુ
  • સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે અમરેલી જિલ્લામાં નગરપાલિકા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કુલ 20 સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઉજ્જવલા 2 યોજનાના લાભાર્થીઓને, ગ્રામ વિકાસ વિભાગની સ્વચ્છ ભારત મિશન યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મુખ્યમંત્રી બાળ સહાય યોજના અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચાલતા વેક્સિનેશન મહાઅભિયાન એમ કુલ ચાર યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે.

વિવિધ સમિતિઓ બનવવામાં આવી

નોંધનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જનહિતલક્ષી કાર્યક્રમો સમયબદ્ધ રીતે અને સુચારુ રીતે યોજાય તે માટે સબંધિત અધિકારીઓની વિવિધ સમિતિઓ બનાવી અધ્યક્ષ અને સભ્ય સચિવની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ જરૂરી સૂચના પણ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...