તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીસી રોડમાં ડામરના થીગડાં!:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કથીવડર પાસે એક વર્ષ પહેલા બનેલા સીસીરોડમાં તિરાડો પડતા સવાલો ઉઠ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • સીસીરોડમાં તીરાડો પડતા ડામર રોડ કરી પુરવાનો પ્રયાસ કરાયો

અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કથીવદર ગામ પાસે એક વર્ષ પહેલા જ બનાવવામા આવેલા સીસી રોડમાં મસમોટી તિરાડો પડી છે. ત્યારે સ્થાનિક લોકોએ રોડના કામની ગુણવત્તાને લઈ સવાલો ઉઠાવ્યા છે અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો કર્યા છે. સીસી રોડમાં પડેલી તિરાડો દેખાય નહીં તે માટે હાલ સીસી રોડ પર ડામર પાથરી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેની કામગીરી વર્ષોથી અનેક વિવાદમાં આવી ચૂકી છે. અમરેલી જિલ્લામા આવેલ રાજુલા જાફરાબાદ ને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર કેટલાક કિમિ સુધી રોડ બન્યો છે, તો કેટલાક વિસ્તારમાં હજુ કામગીરી શરૂછે. જે કામગીરી પૂર્ણ થઈ છે તેમાં પણ નબળી ગુણવત્તાનું કામ થયાની ફરિયાદો ઉઠી છે.

રાજુલા તાલુકાના કથીવદર ગામ નજીક ગયા વર્ષે સીસી રોડ બન્યો હતો. જે પૈકીના કેટલાક રસ્તામાં તિરાડો પડી જતા કામની ગુણવત્તાને લઈ સવાલો ખડા થયા છે.સીસીરોડમાં પડેલી તિરાડો પુરવા માટે વ્યવસ્થિત કામગીરી કરવાના બદલે ડામર પાથરી દેવાતા સવાલો ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ સમગ્ર મામલાની તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરવાની માગ કરવામા આવી છે.

હિડોરાણા ચોકડીથી ઉના રોડ બન્યો,ડ્રાઈવર્ઝનની કામગીરી અધૂરીહિંડોરણા ચોકડીથી લઈ સોમનાથ રોડ ઉપર ઉના સુધી રોડ તૈયાર થઈ ગયો છે, પણ રસ્તા વચ્ચે કેટલાક ડ્રાયવર્ઝનના કામ હજી પણ અધૂરી રહી ગયા છે.

હિંડોરણા ચોકડીથી મહુવા સુધીના કામની ધીમી શરૂઆતતાજેતરમાં રાજુલા થી મહુવા સુધીનું કામ એક એજન્સીએ પૂર્ણ નહિ કરતા મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને સ્થાનિક કક્ષાએથી ખૂબ રજૂઆત કરાઈ હતી. લોકસભામા સાંસદ નારણ કાછડીયા દ્વારા પણ મુદ્દો મુકાયો હતો ત્યારબાદ એક મહિનાથી કામગીરી શરૂ કરાઇ છે પણ ખૂબ ધીમી ગતિ કામગીરી શરૂ કરાઇ છે નેશનલ હાઇવે મહુવા સુધી અતિ ખરાબ બિસ્માર હાલત માં છે કામગીરી ઝડપી થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...