રસીકરણ:રવિવારે 250 સ્થળે 1.55 લાખ લોકોને વેક્સિન અપાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હર ઘર દસ્તક અભિયાન હેઠળ અમરેલી જિલ્લામાં મેગા વેક્સિનેશ ડ્રાઈવનું આયોજન: જુદી જુદી ટીમો રસીકરણમાં જોડાશે
  • 12 થી 14 વર્ષની વયમર્યાદા ધરાવતા અને રસીકરણમાં બાકી રહેલા 25 હજાર બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવશે

અમરેલી જિલ્લામાં રવિવારના દિવસે આરોગ્ય વિભાગે હર ઘર દસ્તક અભિયાન હેઠળ મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. અહી જુદા જુદા 250 જેટલા સ્થળે એક જ દિવસમાં 1.55 લાખ લોકોને વેક્સીન અપાશે. વેક્સીન બુથ ઉપર જઈ વેક્સીન લેવા આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી હતી. ફરી વખત અમરેલી જિલ્લામાં એક જ સાથે મોટાપાયે વેક્સીનેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લામાં 1 માર્ચ 2021થી રસીકરણ અભિયાનનો શુભારંભ થયો હતો. કોરોનાની ત્રીજી લહેર શમી હતી. લાંબા સમયથી જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આવા સમયે રસીકરણની કામગીરી પણ ઓછી થઈ હતી. પણ હવે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ફરી વખત રસીકરણમાં બાકી રહેલા લોકોને રસી આપવા માટે મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. રવિવારે જિલ્લાભરમાં 250 સ્થળે 1.55 લાખ લોકોને રસી અપાશે. જેમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો જોડાશે.

મેગા વેક્સીનેશન ડ્રાઈવમાં 12 થી 14 વર્ષની વયમર્યાદા ધરાવતા અને રસીકરણમાં બાકી રહેલા 25 હજાર બાળકોને પ્રથમ ડોઝ, 23 હજારની બીજો ડોઝ, 15 થી 17 વર્ષની ઉંમર ધરાવતા 38 હજાર કિશોરોને પહેલો તથા 9 હજારને બીજો ડોઝ અપાશે. અમરેલી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસીકરણમાં પ્રથમ અને બીજા ડોઝમાં બાકી રહેલા લોકોને રસી આપવા માટે મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસીકરણમાં બાકી રહેલા લોકોને વેક્સીન લેવા અપીલ કરી હતી.

જુદી જુદી સંસ્થાઓને પણ ડ્રાઈવમાં જોડાવા તંત્રની અપીલ
મેગા વેક્સીનેશન ડ્રાઈવમાં આરોગ્ય કર્મચારીઓની જુદી જુદી ટીમો કાર્યરત રહેશે. પરંતુ આ ડ્રાઈવમાં 1.55 લાખ લોકોને વેક્સીન આપવાનું આયોજન કરાયું છે. જેને સફળ બનાવવા માટે જિલ્લા વહિવટી તંત્રએ વેક્સીનેશન ડ્રાઈવમાં સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધર્મગુરૂઓ અને ગ્રામ્ય વિસ્તારમાં અગ્રણીઓ જોડાય તેવી અપીલ કરી હતી.

50 હજાર વડીલોને ત્રીજો ડોઝ અપાશે
અમરેલી જિલ્લામાં 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા નાગરીકોને વેક્સીનનો ત્રીજો ડોઝ અપાઈ રહ્યો છે પરંતુ અત્યાર સુધીમાં જિલ્લામાં 50 હજાર જેટલા વડીલોએ વેક્સીનનો પ્રિકોશન ડોઝ લીધો નથી. ત્યારે મેગા વેક્સીનેશન ડ્રાઈવમાં એક જ દિવસમાં 50 હજાર વડીલોને ત્રીજો ડોઝ આવાનું આયોજન કર્યું છે.

મેગા ડ્રાઇવનો વધુમાં વધુ લોકો લાભ લે
અમરેલી જિલ્લામાં રવિવારે આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે વધુમાં વધુ લોકો તેનો લાભ લે તેવું તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...