નિમણુંક:ગુરૂપુર્ણિમાં પર જિલ્લાના 102 વિદ્યા સહાયકોને નિમણુંકના હુકમ અપાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 1 થી 5માં 38 અને 6 થી 8માં 64 વિદ્યા સહાયકની નિમણુંક

અમરેલી જિલ્લામા શિક્ષકોની મોટી ઘટ છે ત્યારે આજે ગુરૂપુર્ણિમાના દિવસે 102 વિદ્યા સહાયકોને નિમણુંકના હુકમ કરવામા આવ્યા હતા. અમરેલી જિલ્લામા પ્રાથમિક શિક્ષકોની ઘટને પુરવા માટે જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમા ધોરણ 1 થી 5મા કુલ 38 વિદ્યા સહાયકોને નિમણુંક આપવામા આવી છે.

આ ઉપરાંત ધોરણ 6 થી 8મા ગણિત વિજ્ઞાનમા 26 વિદ્યા સહાયક, સામાજીક વિજ્ઞાનમા 25 અને ભાષામા 13 વિદ્યા સહાયકની નિમણુંક કરાઇ છે. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાતના હસ્તે આજે હુકમનુ વિતરણ કરવામા આવ્યું હતુ. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન, પ્રાચાર્ય દક્ષાબેન, જિલ્લા સંઘના હેાદેદારો મહેન્દ્રભાઇ, પ્રમોદભાઇ, અનુસુચિત જાતિ સંઘના પ્રમુખ રજનીભાઇ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ઉપસ્થિતિમા આ વિતરણ માટેનો કેમ્પ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...