ચોરી:ચલાલામાં ધોળા દિવસે એગ્રોની દુકાનમાં રૂા. 35 હજારની ચોરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સે રોકડ લઇ બાઇક પર નાસી ગયા

ચલાલામા અમરેલી રોડ પર આવેલ એક એગ્રોની દુકાનમા સવારના સવા દસેક વાગ્યાના સુમારે જયારે દુકાનદાર કુદરતી હાજતે ગયા હતા ત્યારે દુકાનમા ઘુસી રૂપિયા 35 હજારની રોકડ લઇ બાઇક પર નાસી ગયા હતા.

અહીના મહાદેવપરા શિવાજી ચોકમા રહેતા અને અમરેલી રોડ પર શીવમ એગ્રો કેમીકલ નામની દુકાન ચલાવતા અશોકભાઇ અરજણભાઇ કાકડીયા (ઉ.વ.53) નામના આધેડે ચલાલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ તારીખ 11/10ના રોજ તેની દુકાનેથી સવારે સવા દસેક વાગ્યે 15 મિનીટ કુદરતી હાજતે ગયા હતા.

આ દરમિયાન તેની દુકાનમા મોઢે રૂમાલ બાંધી એક શખ્સ પ્રવેશ્યો હતો અને ગલ્લામા રાખેલ રોકડ રૂપિયા 35 હજારની ચોરી કરી હતી. બાદમા બીજો શખ્સ બાઇક લઇને આવ્યો હતો અને બંને નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...