કોરોનાનો કહેર:મુંબઇથી સ્પેશ્યલ ટ્રેઇનમાં આવેલી જુના ઝાંજરિયાની મહિલા કોરોના પોઝિટીવ

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુના ઝાંઝરીયાનો વિસ્તાર કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયો - Divya Bhaskar
જુના ઝાંઝરીયાનો વિસ્તાર કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયો
  • ધારી દવાખાને તાવની સારવાર લઇ બે દિવસથી પરિવાર ઘેર હતો
  • વધુ 4 શંકાસ્પદ દર્દી સિવીલમાં દાખલ

જીલ્લામાં કોરોના ઘર કરી રહ્યો છે. એક સમયે કોરોના મુક્ત રહેનાર અમરેલી જીલ્લામાં હવે કોઇ એક વિસ્તારમાંથી નહી પરંતુ દરેક વખતે જુદા જુદા તાલુકામાંથી પોઝીટીવ કેસ આવી રહ્યા છે. આજે બગસરાના જુના ઝાંઝરીયા ગામની 44 વર્ષની મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેથી પોઝીટીવ દર્દીઓની સંખ્યા 8 પર પહોંચી છે. 

જુના ઝાંઝરીયામાં આ મહિલાના રહેઠાણ આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર
અમરેલી જીલ્લામાં ગ્રામિણ વિસ્તારો સુધી કોરોનાનો પગ પેસારો થઇ ચુક્યો છે. કારણ કે સુરત, મુંબઇ અને અમદાવાદ જેવા શહેરોમાંથી સૌથી વધુ લોકો ગ્રામિણ વિસ્તારમાં જ આવ્યા છે. બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામની 44 વર્ષીય મહીલા અને તેનો પરિવાર ગત 23મી તારીખે મુંબઇથી સાવરકુંડલા ખાતે ટ્રેઇનમાં આવ્યો હતો. આ પરિવારને ટ્રેઇનમાંથી સીધા જ ધારીના ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો અને 24મી તારીખે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતાં. દરમિયાન આ મહિલાને ગઇકાલે તાવ, ઉધરસના લક્ષણો જણાતા શંકાસ્પદ દર્દી તરીકે અમરેલીની સિવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં કોરોના ટેસ્ટ કરાયો હતો. જે આજે પોઝીટીવ આવ્યો હતો. જેને પગલે અમરેલી જીલ્લામાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા 8 પર પહોંચી છે. વહીવટીતંત્ર દ્વારા આ મહિલાના કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી દેવાઇ હતી. આ ઉપરાંત જુના ઝાંઝરીયામાં આ મહિલાના રહેઠાણ આસપાસના વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવા તજવીજ હાથ ધરાઇ હતી. આ મહિલાને 24મી તારીખે જ્યારે ધારીના ક્વોરન્ટાઇન સેન્ટરમાંથી ઘરે જવા દેવાઇ ત્યારે પણ તાવની ફરીયાદ હોય ધારી સીએચસીમાંથી દવાઓ અપાઇ હતી. ઘરે ગયા બાદ બે દિવસ બાદ ફરી તાવની ફરીયાદ આવતા કોરોના રીપોર્ટ કરાયો હતો.

સતત ચોથા દિવસે પોઝિટીવ કેસ
અમરેલી પંથકમાં શરૂઆતમાં ભલે બે માસ સુધી કોરોનાનો એકેય કેસ આવ્યો ન હતો પરંતુ રાજ્યના અન્ય જીલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો અહિં આવ્યા બાદ પોઝીટીવ કેસ આવવાનો સીલસીલો શરૂ થયો છે. છેલ્લા ચાર દિવસથી સતત રોજેરોજ પોઝીટીવ કેસ આવી રહ્યા છે.

સિવીલમાં વધુ ચાર શંકાસ્પદ દર્દી દાખલ
અમરેલી સિવીલમાં આજે કોરોનાના વધુ ચાર શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતાં. અગાઉ 296 રીપોર્ટ નેગેટીવ આવી ચુક્યા છે જ્યારે આઠ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 

4 દર્દીના સંપર્કમાં 872 લોકો આવ્યા હતાં
જુના ઝાંઝરીયાની આ મહિલા જે ટ્રેઇનમાં આવેલી હતી તે ટ્રેઇનના સંપર્કવાળા મુસાફરો તથા અન્ય લોકો મળી 151 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે ટીંબીના ડોક્ટરના સંપર્કમાં આવેલ 467 લોકોને પણ ક્વોરન્ટાઇન કરાયા છે. સુરતથી અમરેલી પોલીસ પાસે આવેલી યુવતીના સંપર્કમાં આવેલ 109 લોકોને તથા દેવગામના દર્દીના સંપર્કમાં આવેલ 145 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. આમ છેલ્લા બે દિવસના દર્દીઓના સંપર્કમાં આવેલા 872 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...