લૂંટ વીથ મર્ડર:ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે વૃધ્ધ દંપતીને માર મારી લૂંટ ચલાવી, વૃધ્ધાની હત્યામાં અગાઊના મનદુઃખના કારણે હત્યાનો અંજામ આપ્યો હતો

અમરેલી14 દિવસ પહેલા
  • અમરેલી એસપીની ટીમ દ્વારા ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલી દેવાયો 4 આરોપીની ધરપકડ કરવામાં આવી

અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે ભરવાડપરા વિસ્‍તારમાં હરજીભાઇ હરીભાઇ શેલડીયા પોતાના પત્ની કમળાબેન સાથે એકલા રહેતા હતાં અને દુકાન ચલાવતા હતાં. ગઇ તા.20/07/2022 ના રાતથી તા.21/07/2022 દરમ્યાન કોઇ પણ સમયે અજાણ્યા આરોપીઓએ હરજીભાઇના ઘરમાં ચોરી/લુંટ કરવાના ઇરાદે પ્રવેશ કરેલ, આ દરમિયાનમાં હરજીભાઇ તથા તેમના પત્ની કમળાબેન જાગી જતાં, આરોપીઓએ હરજીભાઇ તથા તેમના પત્નીને હથિયારો વડે માર મારી, જીવલેણ ઇજાઓ કરી, કમળાબેનનું સ્‍થળ પર મોત નિપજાવી, રોકડા રૂ.10,000/- તથા અન્ય ચીજવસ્‍તુઓની લુંટ કરી નાસી ગયેલ હતા. જે અંગે હરજીભાઇના ભત્રીજા વિપુલભાઇ શ્રીકાંતભાઇ શેલડીયાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્‍ધ ફરિયાદ આપતાં ખાંભા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

લૂંટના ઈરાદે હત્યા કરી હતી
આ બનાવમાં ઇજા પામનાર હરજીભાઇ હરિભાઇ શેલડીયાનાઓને પણ ગંભીર ઇજાઓ થયેલ હોય તેમને તાત્‍કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ સ્‍ટર્લીંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હત્યા જેવો ગંભીર બનાવ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અલગ અલગ પોલીસ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવી હતી. શકદારોને ચેક કરવામાં આવ્યા ગુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા મરણ જનાર અને ઇજા પામનારના સગા સબંધીઓની પુછપરછ કરી, આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ. અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓ અંગે તપાસ કરતાં, ઇજા પામનાર હરજીભાઇ શેલડીયા સાથે તકરાર થયેલ હતી તેવા ખેત મજુરી કરતા ઇસમો આ ગુનો બનેલ ત્યારથી નાસી ગયેલ હોવાનું જાણવા મળતાં તે દિશામાં તપાસ કરતાં સમઢીયાળા ગામની આજુ બાજુના ગામોની સીમ/વીડી વિસ્‍તારમાંથી ચાર ઇસમોને રાઉન્‍ડ અપ કરી તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપી દીધી હતી

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(1) મંગાભાઇ સુરાભાઇ ચારોલીયા, ઉં.વ.23, ધંધો-મજુરી, રહે.મોટા સમઢીયાળા (ઓઢાનુ), 66 કે.વી.સબ સ્ટેશન પાસે, તા.ખાંભા, જિ.અમરેલી.

(2) ધારશી ઉર્ફે ડગી અબુભાઇ ચારોલીયા, ઉં.વ.20, ધંધો.ખેત મજુરી, રહે.મોટા સમઢીયાળા, ૬૬ કે.વી. સબ સ્‍ટેશન પાસે, તા.ખાંભા, જિ.અમરેલી.

(૩) સુરાભાઇ બાલાભાઇ ચારોલીયા, ઉં.વ.53, ધંધો.મજુરી, રહે.મોટા સમઢીયાળા, તા.ખાંભા, જિ.અમરેલી

(૪) બાવભાઇ અબુભાઇ ચારોલીયા, ઉં.વ.19, ધંધો.મજુરી, રહે.મોટા સમઢીયાળા, તા.ખાંભા, જિ.અમરેલી.

લુંટમાં ગયેલ મુદ્દામાલ
(1) ઘરમાંથી રોકડા રૂ.10,000/-
(2) મંગળસુત્ર નંગ-1
(3) છડાં જોડી-1
(4) પીળી ધાતુની બંગડીઓ- 10
(5) દુકાનમાંથી પરચુરણ ચલણી નોટ તથા સિક્કાઓ

લુંટમાં ગયેલ મુદ્દામાલઃ-
(1) ઘરમાંથી રોકડા રૂ.10,000/-
(2) મંગળસુત્ર નંગ-1
(3) છડાં જોડી-1
(4) પીળી ધાતુની બંગડીઓ- 10
(5) દુકાનમાંથી પરચુરણ ચલણી નોટ તથા સિક્કાઓ

આરોપીઓ પાસેથી રીકવર કરેલ મુદ્દામાલઃ-
(1) રોકડા રૂ.5,000/-
(2) મંગળસુત્ર નંગ-1
(3) છડાં જોડી-1
(4) પીળી ધાતુની બંગડીઓ- 5
(5) દુકાનમાંથી ગયેલ ચલણી નોટ મળી રૂ.770/- તથા ચલણી સિક્કા 588

અગાવ નું મનદુઃખ રાખી હત્યાનો અંજામ આપ્યો
ઇજા પામનાર હરજીભાઇને તેમનું મોટર સાયકલ વેચવાનું હોય જે મોટર સાયકલ આરોપી મંગા સુરા ચારોલીયાને લેવું હોય જેથી તા.20/07/2022 ના રોજ મંગા સુરા ચારોલીયા રૂ.13000/- લઇને હરજીભાઇની દુકાને ગયેલ પરંતુ હરજીભાઇએ તેને મોટર સાયકલ વેચવાની ના પાડેલ અને આ બાબતે આ બંને વચ્ચે ઝઘડો થયેલ અને હરજીભાઇએ મંગા સુરા ચારોલીયાને બે લાફા મારી લીધેલ હતા. આશરે ત્રણેક મહિના પહેલા ઇજા પામનાર હરજીભાઇ સાથે ધારશી ઉર્ફે ડગી અબુભાઇ ચારોલીયાને ઝઘડો થયેલ હતો ત્યારે હરજીભાઇએ ધારશી ઉર્ફે ડગીને માર મારેલ હતો.

પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકત
આરોપીઓ મંગા સુરા ચારોલીયા અને ધારશી ઉર્ફે ડગી અબુ ચારોલીયાને હરજીભાઇ શેલડીયા સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનું મનદુઃખ રાખી આ બંનેએ રાત્રિના સમયે આ હરજીભાઇના ઘરે જઇ તેને માર મારવાનું નક્કી કરેલ હતું અને ચારેય આરોપીઓ હરજીભાઇને માર મારવાનો સમાન ઇરાદો પાર પાડવા તા.20/07/2022 ના રોજ રાત્રે હરજીભાઇ શેલડીયાના ઘરે ગયેલ હતાં અને મંગા સુરા ચારોલીયાએ અગાઉથી જ કુહાડી પોતાની સાથે લઇ લીધેલ હતી. હરજીભાઇ શેલડીયાના ઘરમાં તથા આજુબાજુના ઘરમાં બધા સુઇ ગયેલ હતા. હરજીભાઇના ઘરના ડેલાની બાજુમાંથી ફરજાના નળીયા ઉપર ચડાય તેમ હોય જેથી અન્ય આરોપીઓએ નીચેથી ટેકો કરી ધારશી ઉર્ફે ડગીને ઉપર ચડાવેલ જેથી આ ડગી નળીયા ઉપર થઇને ધાબા ઉપરથી અંદર ગયેલ અને અંદરથી ડેલો ખોલેલ હતો.

આરોપીઓ સુરા બાલા ચારોલીયા તથા બાવ અબુ ચારોલીયા બન્ને બહાર ધ્યાન રાખવા માટે ઉભા રહેલ હતા અને મંગો તથા ધારશી ઉર્ફે ડગી બન્ને હરજીભાઇના ઘરની અંદર ગયેલ અને ધારશી ઉર્ફે ડગીએ ત્યાં ફળીયામાંથી લોખંડના પાવડો લીધેલ અને હરજીભાઇના ઘરના દરવાજે જઇ દરવાજાને ધક્કો મારતા દરવાજો ખુલ્લો હોય અને રૂમમાં હરજીભાઇ તથા તેના પત્ની કમળાબેન બન્ને સુતેલા હતાં. આ વખતે અવાજ થતાં હરજીભાઇ જાગી જતા ડગીએ તેની પાસે રહેલ લોખંડના પાવડાથી બે-ત્રણ ધા હરજીભાઇના માથાના ભાગે મારેલ જેથી તે પડી ગયેલ અને વધુ અવાજ થતા કમળાબેન પણ જાગી ગયેલ જેથી મંગા સુરા ચારોલીયાએ તેને કુહાડીની મુંઘરાટીનો એક ઘા માથાના ભાગે મારેલ અને ડગીએ તેની પાસે રહેલ લોખંડના પાવડાના બે-ત્રણ ઘા માથામાં મારતા કમળાબેન પણ પડી ગયેલ અને બન્નેને લોહી નીકળવા લાગેલ.બાદ આ બંન્ને આરોપીઓએ ચોરી કરવા માટે હરજીભાઇના ઘરમાં રહેલ કબાટ ખોલતાં લોક મારેલ નહી હોવાથી કબાટ ખુલી ગયેલ અને કબાટમાં રહેલ સામાન બહાર કાઢી કબાટમાં જોતા દસ જેટલી પીળી ધાતુની બંગડીઓ, મંગળસુત્ર, છડાં જોડી-1 તથા રોકડા રૂ.10000/- મળેલ તે આરોપીઓએ લઇ લીધેલ.

આરોપીઓએ હરજીભાઇના ઘરમાં તથા દુકાનમાં મિલકત અંગે શોધખોળ કરી, દુકાનમાંથી પરચુરણ સિવાય બીજું કંઇ હાથ નહીં લાગતાં આરોપીઓ પોત-પોતાના ઘરે જતા રહેલ અને બાદમાં પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ થતાં આરોપીઓ નાસી ગયેલ અને સીમ વિસ્‍તારમાં નાસતા ફરતા હતાં.આ કામના ચાર આરોપીઓ પૈકી મંગા સુરા, સુરા બાલા અને બાવ અબુ એમ ત્રણ આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને એક આરોપી ધારશી ઉર્ફે ડગી અબુ હાલ સારવાર હેઠળ છે કેમ કે પોલીસ પકડે નહિ તેના માટે અગાવથી દવા પિય જતા તેમને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે હોસ્‍પિટલમાંથી ડીસ્‍ચાર્જ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...