તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:જિલ્લાની 776 શાળામાં ફરી ધોરણ 6 થી 9માં ઓફલાઇન અભ્યાસ બંધ

અમરેલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીનું સંક્રમણ ફરી વધતા બાળકો ઓનલાઈન અભ્યાસના ભરોસે

અમરેલી જિલ્લામાં કોરોના મહામારીના કારણે ધોરણ 6 થી 9 સુધીની 776 જેટલી શાળાઓમાં આજથી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બંધ કરાયો છે. કોરોના કાળમાં ફરી એક વખત છાત્રો ઓનલાઇન અભ્યાસ મેળવવા મજબૂર બન્યા છે. અમરેલી શિક્ષણ વિભાગે સરકારના આદેશ મુજબ શાળાઓની ઓનલાઈન અભ્યાસ શરૂ કરી દેવા સૂચનો આપ્યા હતા. આમ, બીજી વખત કોરોના મહામારીનું જોખમ વધતા ઓફલાઇન અભ્યાસ કરાવી ઓનલાઇન શરુ કરાયો.

અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં 11 માસ સુધી અભ્યાસક્રમ બંધ હતો. જે બાદ સરકારે ધોરણ 6 થી 12ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. અમરેલી જિલ્લામાં શાળાઓ શરૂ થતાની સાથે જ અનેક શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પણ રાજ્યભરમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધતા સરકારે ધોરણ 6 થી 9ની શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે અમરેલી જિલ્લાની 776 શાળાઓમાં ફરી એક વખત વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાળા લાગી ગયા હતા.

જિલ્લામાં હજુ તો બે માસ જેટલા સમયગાળા સુધી જ ધોરણ 6 થી 9ની શાળાઓ ખુલ્લી હતી. અહીં 80 ટકા જેટલા છાત્રો શાળાએ આવી અભ્યાસ મેળવતા હતા. પણ ફરી એક વખત કોરોનાએ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવવા મજબૂર કર્યા હતા. અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે ધોરણ 6 થી 9ની તમામ શાળાઓ બંધ કરવા આચાર્યને જાણ કરી દેવાઈ છે. આજથી શાળામાં અભ્યાસ બંધ કરાયો છે. માત્ર ઓનલાઈન શિક્ષણ શરૂ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો