• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • "Officials Will Not Pick Up The Phones Of Elected Representatives, It Will Not Work Anymore, Notifications Will Now Be Available In Local Bodies As Well," He Said.

પાટીલની ફરી ટકોર:'અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નહીં ઉપાડે તે હવે નહીં ચાલે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ હવે સૂચના મળી જશે'

અમરેલી14 દિવસ પહેલા
  • લાઠીના કાચરડી ગામમાં ભાજપનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના બાદ અધિકારીઓ તમામ ધારાસભ્યો અને મંત્રીઓના ફોન ઉપાડે અને યોગ્ય જવાબ આપે તે માટે સૂચના આપવામા આવી હતી. ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે, પંચાયતો, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓએ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન ઉપાડી તેના પ્રશ્નોનું નિરાકરણ કરવું પડશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારીઓ ફોન નહીં ઉપાડે તે હવે નહીં ચાલે.

પ્રતિનિધિઓની ફરિયાદ બાદ પાટીલની ટકોર
ગાંધીનગરથી લઈ પંચાયતો સુધી અધિકારી રાજ ચાલી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ અધિકારીઓ ના ઉપાડતા હોવાની ફરિયાદને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને જરુરી સૂચના આપવામા આવી હતી. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીએ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન ઉપાડવા પડશે અને તેની સમસ્યાનું સમાધાન કરવું પડશે. અમરેલીના લાઠીના કાચરડી ગામમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અધિકારીઓને પણ હવે ટૂંક સમયમાં સૂચના મળી જશે.

પ્રતિનિધિના ફોન અધિકારી ના ઉપાડે તે ચલાવી ના લેવાય-પાટીલ
સી.આર.પાટીલે કહ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ અધિકારીઓને ફોન કરતા હોય છે. ત્યારે જો અધિકારી દ્વારા એમના ફોન ઉપાડવામા ના આવે તે હવે ગુજરાત સરકારમાં ચલાવી લેવાશે નહીં. અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નંબર પોતાના મોબાઈલમાં સેવ રાખવા પડશે અને જ્યારે ફોન આવે ત્યારે ફોન ઉપાડી જવાબ આપવાનો રહેશે.

લાઠીના કાચરડી ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
રવિવારે મોડી સાંજે કાચરડી ગામમાં જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના દિગ્ગજો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...