કામગીરી ટલ્લે ચડી:અમરેલીમાં ડેપાેનું કામ ચકાસવા આવેલા અધિકારી કાેન્ટ્રાકટરની ચા પી નીકળી ગયા

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમરેલી એસટી ડેપો કામગીરીની અધિકારી મુલાકાત લેવા આવ્યા હતાં. - Divya Bhaskar
અમરેલી એસટી ડેપો કામગીરીની અધિકારી મુલાકાત લેવા આવ્યા હતાં.
  • વર્ષોથી ચાલતી ડેપાેની કામગીરી અધિકારીઓના પાપે ટલ્લે ચડી : હવે કોન્ટ્રાકટરે ફરી નવી તારીખ આપી

અમરેલીમા નવા બની રહેલા એસટી બસ ડેપાેની કામગીરી ત્રણ વર્ષથી ચાલી રહી છે. અહી અધીકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતના કારણે નવા બસ સ્ટેન્ડની કામગીરી ટલ્લે ચડી છે. અનેક વખત કોન્ટ્રાકટરે બસ ડેપાે તૈયાર કરી આપવા માટે એસટી નિગમને તારીખ આપી હતી. અાજે અમદાવાદથી અધિકારી ડેપાેની કામગીરી ચકાસવા અાવી પહાેંચ્યા હતા. જાે કે અધિકારી કાેન્ટ્રાકટરની ચા પી નીકળી ગયા હતા અને કાેન્ટ્રાકટરે ડેપાે તૈયાર કરવા ફરી નવી તારીખ અાપી હતી.

અમરેલી શહેરવાસીઓની સુખાકારી માટે કરોડોના ખર્ચે નવુ બસ સ્ટેન્ડ તૈયાર થઈ રહ્યું છે. અહી વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુના હસ્તે કામગીરીનો પ્રારંભ કરાયો હતો. પણ કામગીરી શરૂ થઈ ત્યારથી વિવાદમાં રહી છે. હજુ સુધી કોન્ટ્રાકટર કામગીરી પૂર્ણ કરી શક્યા નથી. છતાં પણ એસટી નિગમ કોન્ટ્રાકટરને છાવરી રહ્યું છે. કેમ છાવરી રહ્યું છે ? તેના પર સવાલ ઉઠી રહ્યા છે. અમરેલી એસટીના સુત્રોએ જણાવ્યું હતુ કે એસટી નિગમે છ માસ પહેલા કોન્ટ્રાકટરને કામગીરી પૂર્ણ કરવા 50થી વધુ પત્ર લખ્યા હતા. તેમજ કોન્ટ્રાકટરે અનેક વખત બસ સ્ટેન્ડ તૈયાર કરવા માટે નવી તારીખો એસટી નિગમને આપી હતી. પણ અમરેલીમાં નવા બસ સ્ટેન્ડની કામગીરી કોઈ રીતે પૂર્ણ થતી નથી.

અગાઉ કોન્ટ્રાકટરે નવેમ્બરના અંત સુધીમાં બસ સ્ટેન્ડ તૈયાર કરી આપવા એસટીને ખાતરી આપી હતી. પણ હજુ નવા બસ સ્ટેન્ડના કોઈ ઠેકાણા નથી. અમરેલી એસટી વિભાગના બાંધકામ શાખાના સુત્રાેઅે જણાવ્યું હતું કે હવે કોન્ટ્રાકટરે 30 જાન્યુઆરી સુધીમાં બસ સ્ટેન્ડ તૈયાર કરી આપવાની તારીખ આપી છે. આજે અમદાવાદથી એસટી નિગમના બાંધકામ શાખાના અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પણ કામગીરીની ચકાસણની જગ્યાએ કોન્ટ્રાકટરના ચા પાણી પીને નીકળી ગયા હતા. ત્યારે હવે એસટી ક્યારે બસ સ્ટેન્ડની કામગીરી પૂર્ણ ન કરનાર કોન્ટ્રાકટર સામે પગલા લેશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે.

કામગીરી પૂર્ણ કરાવવા માટે એક પણ રાજકીય નેતાને રસ નથી ?
અમરેલીમાં વર્ષોથી નવા બસ સ્ટેન્ડની કામગીરી ચાલી રહી છે. સામાન્ય કામગીરીમાં રાજકીય નેતાએ પ્રેસનોટ જાહેર કરી જસ લેતા હોય છે. પણ અમરેલી એસટી બસ સ્ટેન્ડના અભાવે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. પણ હજુ સુધી ભાજપ હોય કે પછી કોંગ્રેસના એક પણ નેતાએ બસ સ્ટેન્ડની કામગીરી સમયસર પૂર્ણ કરાવવા માટે રસ દાખવ્યો નથી કે પછી સરકારમાં રજૂઆત પણ કરી નથી.

કામચલાઉ બસ સ્ટેન્ડમાં મુસાફરોને અનેક અગવડો
એસટી બસ સ્ટેન્ડની કામગીરી વર્ષોથી મંદગતીએ ચાલી રહી છે. અહી એસટીઅે મુસાફરો માટે કામ ચલાવ બસ સ્ટેન્ડ તૈયાર કર્યું છે. પણ ઉડતી ધુળ અને ચારે તરફ ગંદકીના ઢગના કારણે મુસાફરોને અનેક હાડમારી વેઠવી પડે છે. તાત્કાલીક નવું બસ સ્ટેન્ડ આપવા મુસાફરોમાં માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...