બેઠક:વિવિધ કચેરીના અધિકારીઓ એકબીજા સાથે આંતરિક સંવાદ કરી સંકલન સાધે : કલેકટર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદ સહિતના હાજર રહ્યાં. - Divya Bhaskar
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદ સહિતના હાજર રહ્યાં.
  • જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી : વિવિધ મુદ્દા પર ચર્ચા કરાઈ

અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી. જિલ્લા કલેકટરે વિવિધ કચેરીના અધિકારી- વડા એકબીજા સાથે આંતરિક સંવાદ કરી સંકલન સાધે તે આવશ્યક છે. જુદા જુદા વિકાસ કાર્યોનું અમલીકરણ થાય તે માટે દરેક અધિકારીઓને એક્ટીવ થવા પણ સૂચના આપી હતી.

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને નિયમિત બસની સુવિધા, પશુ સુધારણા સહાય, ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા, રસ્તા, પાણી, લઘુત્તમ વેતન, બંધારાનું સમારકામ, પાણી લાઈન લીકેજ હોય તેના રીપેરીંગ, જૂના કર્મચારીઓના પેન્શન કેસ, વાવાઝોડા દરમિયાન તુટી ગયેલ સોલાર પેનલ સમારકામ, રેશનકાર્ડ, ખેડૂતોની જમીન પરની પેશકદમી દૂર કરવા, ડેમ વિસ્તારમાં ભરાયેલ ગાંડીવેલ દૂર કરવા , ગાંડા બાવળ દૂર કરવા વિવિધ મુદ્દા લોક પ્રતિનિધીઓએ રજૂ કર્યા હતા.

આ બેઠકમાં સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર, જે.વી. કાકડીયા, પ્રતાપભાઈ દુધાત, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસવડા હિમકરસિંહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન અધિક કલેકટર વાળાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...