રાજુલા નગરપાલિકા દ્વારા જાફરાબાદ રોડ પર સાયકલ ટ્રેક તેમજ આ રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે અડચણરૂપ દબાણો દુર કરાયા હતા.ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા તેમજ પાલિકા પ્રમુખ છત્રજીતભાઇ ધાખડા, એન્જીનીયર પ્રભાતભાઇ જોષી, મયુરભાઇ લાખણોત્રા, રમેશભાઇ કાતરીયા, દીપકભાઇ તલાટી સહિત ટીમ દ્વારા અહીના જાફરાબાદ માર્ગ પર સાયકલ ટ્રેક તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવા જરૂરી અડચણરૂપ દબાણો હટાવાયા હતા.અહીના આંબેડકર સર્કલથી જાફરાબાદ બાયપાસ ગેઇટ સુધીના દબાણો દુર કરાયા હતા.
આ ઉપરાંત પાલિકાએ અહી અડચણરૂપ કેબીન કે અન્ય કોઇ દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવા પણ સુચના અપાઇ હતી. જો નહી હટાવવામા આવે તો સંપુર્ણ ખર્ચ જે તે દબાણકર્તા પાસેથી વસુલ કરાશે તેવી સુચના પણ અપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.