તપાસ:MLAના ફોન નંબર પરથી ગ્રૂપમાં અશ્લીલ ફાેટા મુકાયા, ધારાસભ્ય કહે છે કાેઈકનું કારસ્તાન છે

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ધારી બગસરા ચલાલા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાના માેબાઇલ નંબર પરથી ધારી તાલુકા ભાજપ નામના સાેશ્યલ મિડીયા ગૃપમા મહિલાઅાેના અશ્લીલ ફાેટાઅાે મુકવામા અાવતા ભાજપના મહિલા કાર્યકર સહિતના તમામ લાેકાે શરમમા મુકાયા હતા. જાે કે ધારાસભ્યઅે પાેતે અાવી કાેઇ પાેસ્ટ મુકી નહી હાેવાનુ જણાવી ખુદ સામેથી પાેલીસ તપાસ માંગી છે. ધારી તાલુકા ભાજપ નામના સાેશ્યલ મિડીયા ગૃપમા અા વિસ્તારના ભાજપના કાર્યકરાે, મહિલા અાગેવાનાે તથા ધારાસભ્ય સહિતના પક્ષના વડાઅાે પણ સામેલ છે.

દરમિયાન ગઇકાલે ધારાસભ્ય જે.વી.કાકડીયાના માેબાઇલ નંબર પરથી સાેશ્યલ મિડીયાના અા ગૃપમા અશ્લીલ ફાેટાઅાે મુકવામા અાવ્યા હતા. જાેતજાેતામા અા મુદાે ભાજપ વર્તુળમા ચર્ચાનાે વિષય બન્યાે હતાે. અાશ્ચર્યની વાત અે છે કે ધારાસભ્ય દ્વારા અા ફાેટાઅાે બાદમા ડિલીટ પણ કરાયા ન હતા. અા અંગે જે.વી.કાકડીયાઅે દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે મારા નંબર પરથી ગૃપમા અા ફાેટા કઇ રીતે અાવ્યા તેની મને ખબર નથી. અા કાેઇનુ કારસ્તાન છે.

અન્ય સમાચારો પણ છે...