આરોગ્ય સુવિધા:અમરેલીમાં રાજુલા શહેરમાં આયુષ્માન કાર્ડ વિતરણ શુભારંભ કાર્યક્રમમા મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આયુષ્યમાન સૌને મળશે પીએમજેએવાય મા યોજના હેઠળ આયુષ્માનનું વરદાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયમા 50 લાખ કાર્ડનું વિતરણ કરવાનું હોય ત્યારે અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે આયુષ્માન કાર્ડ વિતરણના શુભારંભ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમમા રાજુલાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી ટોટલ 1500 ઉપરાંત લોકોએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યા તેમજ આયુષ્માન કાર્ડ વિશેની વિગતવાર માહિતી કાર્યક્રમમા હાજર અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ અને તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ડૉ.હિતેશભાઈ હડિયા દ્વારા આપવામા આવી તેમજ તાલુકા પંચાયત સભ્ય જોરૂભાઈ મેગળ દ્વારા આરોગ્ય સ્ટાફ દ્વારા કોરોના મહામારી દરમિયાન અને હાલમાં કરી રહેલ કામગીરીની પ્રશંસા કરવામા આવી તેમજ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ કાતરીયા,ટીડીઓ પરમાર,મેરૂભાઈ ગુજરીયા,સરપંચ મગનભાઈ હડિયા અને ભાણાભાઈ લાખણોત્રા તેમજ જયેશભાઈ દવે અને કનુભાઈ ધાખડા સહિતના અગ્રણીઓએ હાજર રહ્યા હતા અને રાજય કક્ષાનો કાર્યક્રમ નિહાળવામાં આવેલ સાથે સાથે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા અને સંજયભાઈ દવે સહિતના તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ તેમજ પંચાયત,શિક્ષણ અને આઈસીડીએસ વિભાગનો પણ પૂરતો સહયોગ મળ્યો હોવાનુ જણાવેલ તેમજ કાર્યક્રમના અંતે તમામ લોકોને ફૂડ પેકેટનુ વિતરણ કરવામા આવેલ.

આયુષ્માન કાર્ડ દ્વારા કુટુંબદિઠ પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ મળે છે અને રાજ્યની 2739 હોસ્પિટલમા આ કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ હોવાનું અને 2711 પ્રકારની સર્જરીનો આ કાર્ડમા સમાવેશ થતો હોવાનુ જણાવી આ કાર્ડ થકી પ્રાઈમરીથી લઈને સર્જરી પ્રકારની તમામ સારવાર આ કાર્ડ થકી મળી રહેલ હોવાનુ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...