વિરોધ પ્રદર્શન:અમરેલીમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રોડ પર ઉતર્યા, કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી

અમરેલી23 દિવસ પહેલા
  • 'ટેંશન નહીં પેન્શન આપો'ના નારા કર્મચારીઓએ લગાવ્યા

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય સરકારી મહામંડળ વિવિધ કર્મચારીઓની માંગને લઈ અમરેલી જિલ્લાના મોટાભાગના કર્મચારી મંડળોએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. સિનિયર સીટીઝન પાર્કથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. મોટી સંખ્યામાં કર્મચારીઓએ જિલ્લા કલેકેટરને આવેદનપત્ર આપીને તેમની માંગ રાજ્ય સરકાર સમક્ષ મુકવા માંગ કરી હતી.

કર્મચારીઓ આક્રોશ
ગુજરાત રાજ્ય સરકાર સામે જૂની પેન્શન યોજના અન્ય પડતર વિવિધ વર્ષોથી ચાલતી આવતી માંગો જે નથી સંતોષાઇ. એ માંગો રાજેય સરકાર સમક્ષ મુકવામાં આવી છે, પરંતું હજુ સુધી તેમનો કોઈ હકારાત્મક નિર્ણય આવ્યો નથી. તેના કારણે કર્મચારીઓમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...