કોરોના અપડેટ:અમરેલી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 22 પર પહોંચી, આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી સહિત ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.અમરેલી જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 22 પર પહોંચી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં જરુરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી, રાજુલા, લાઠી અને સાવરકુંડલાની હોસ્પિટલમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજયભરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ફરી કોરોનાએ પગ પેસારો કરતા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એલર્ટ થયું છે. અમરેલીમાં આજ સુધીના કુલ 51 કેસ ડિટેક થયા બાદ 31 ડિસ્ચાર્જ કર્યા હતા. હાલમાં 22 એક્ટિવ કેસ છે. જોકે આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે હાલ સ્થિતિ નોર્મલ છે ચિંતા અને ડરવાની જરૂર નથી. પરંતુ લોકોએ સાવચેતી જરૂર રાખવાની જરૂર છે. લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જિલ્લા નાયબ આરોગ્ય અધિકારી આર.એમ.જોષીના કહેવા પ્રમાણે અમરેલી,લાઠી,સાવરકુંડલા રાજુલાની હોસ્પિટલમાં બેડ ઓક્સિજન સહિત તમામ સુવિધાઓ છે જેથી કોઈ મુશ્કેલી નથી.

હાલ વરસાદી મહોલના કારણે વાયરલ કેસ વધ્યા હોય શકે- નાયબ આરોગ્ય અધિકારી
અમરેલી જિલ્લા નાયબ આરોગ્ય અધિકારી આર.એમ.જોષીએ કહ્યું હતું હાલ વરસાદી માહોલ છે જેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કારણે કેસીસ વધ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.