નિર્ણય:હવે તલાટી મંત્રી ક્યા ગામમાં ક્યારે હાજર રહેશે તેની માહિતી ઓનલાઈન મળશે

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરહાજર હોય તો સોશ્યલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી શકાશે
  • કામગીરીને સરળ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીએ નિર્ણય લીધો

અમરેલી જિલ્લામાં હવે લોકોને તલાટી મંત્રી ક્યારે આવશે તેની માહિતી ઓનલાઈન મળી રહેશે. ગેરહાજર રહેલા તલાટી મંત્રી સામે કાર્યવાહી પણ કરાશે. દરેક તાલુકા મથકે લોકો સોશ્યલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી શકશે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને કામગીરી માટે ફાયદો થશે.

અમરેલી જિલ્લામાં 616 જેટલી ગ્રામ પંચાયત આવેલી છે. ગ્રામ પંચાયતમાં અત્યારે વિવિધ યોજનાકીય કામગીરી અને દાખલાની કામગીરી પણ થઈ રહી છે. ઉપરાંત વિવિધ કામગીરી પણ થઈ રહી છે. ત્યારે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી ક્યા દિવસે આવશે તેની વિગતો હવે ગ્રામજનોને ઓનલાઈન મળી રહેશે.

લોકોની કામગીરીને સરળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે એક મહત્વનો નિર્ણય લીધો હતો. ગ્રામજનોની રજૂઆત કે ફરિયાદ સાંભળવા માટે અમરેલી, લાઠી, લીલીયા, બગસરા, ધારી, બાબરા, ખાંભા, કુંકાવાવ, સાવરકુંડલા, જાફરાબાદ અને રાજુલા તાલુકા મથકે સોશ્યલ મીડિયામાં ગૃપ બનાવવામાં આવ્યું છે.

જેના મારફત લોકો સીધા પોતાની રજૂઆત કરી શકશે. જેના પર આધાર- પુરાવા સાથે યોગ્ય રજૂઆત હશે. તો નિયમોનુસારની કાર્યવાહી કરવા પણ સંબધિત કર્મચારી અને અધિકારીને સુચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...