• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Now Start Schools Of Standard 1 To 5 Also, Introduction Of Self reliant School Board Of Directors To The Minister Of Education

માંગણી:હવે ધોરણ 1 થી 5ની શાળાઓ પણ શરૂ કરો, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળની શિક્ષણમંત્રીને રજૂઆત

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને શહેર પ્રમુખ રાજુભાઈ ધાનાણીએ આવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ ખુબ કંટ્રોલમાં છે. મોટા પ્રમાણમાં વેક્સીનેશન થઈ રહ્યું છે. આ ઉપરાંત આરોગ્યના નિષ્ણાંતોના અભિપ્રાય પ્રમાણે હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના નહિવત છે. અને બાળકોમાં પણ કોરોનાનો ખતરો નથી તેવું સ્પષ્ટ છે. છતાં ધોરણ 1 થી 5ની શાળાઓ બંધ છે.

જેના કારણે ભૂલકાઓના વાલીઓને શિક્ષણ અંગે ચિંતા સતાવી રહી છે.શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે અનેક વાલીઓની રજૂઆતો આવી રહી છે. દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને પૂન: નોર્મલ શિક્ષણમાં ઢાળી શકાશે. અને બીજું સત્ર પણ ત્યારબાદ વધુ સારી રીતે કાર્યરત કરી શકાશે. આવા સમયે બાળકોના હિત માટે તાત્કાલીક ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવા તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...