તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનને વેગ આપવા તંત્રનો પ્રયાસ:હવે રાત્રે પણ રસીકરણ ,જિલ્લામાં 28 કેન્દ્ર પર 1223ને રસી અપાઈ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે 75 સ્થળ પર 10769 લોકોનું રસીકરણ
  • જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં 58 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ

અમરેલી જિલ્લામાં 58 ટકા જેટલી રસીકરણની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જિલ્લાભરમાં રસીકરણની કામગીરીને ઝડપી બનાવવા માટે રાત્રી દરમિયાન રસીકરણનું આયોજન કરાયુ છે. ગતરાત્રીના જિલ્લાના 28 રસીકરણ સેન્ટર રાત્રીના પણ ધમધમી રહ્યા હતા. અને 1223 લોકોએ રાત્રીના વેક્સીન લીધી હતી. ગઈકાલે આખા દિવસમાં 75 સ્થળ પર 10769 લોકોએ રસી લીધી હતી. કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે લોકોનું રસીકરણ થવું ફરજીયાત છે. અમરેલી જિલ્લામાં 18 થી 44 વર્ષના 7,61,681 યુવાનોમાંથી અત્યાર સુધીમાં 3,72,878 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

બીજી તરફ 45 થી વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા 4,71,423 લોકોમાંથી 3,36,315નું રસીકરણ થઈ ગયું છે. જેમાં 2,14,804 લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રથમ ડોઝમાં 58 ટકા જેટલી રસીકરણની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ત્યારે હવે જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન 75 સ્થળ પર 21400 લોકોને રસી આપવાનું આયોજન થયું હતું.જેમાં 7935 લોકોએ રસીનો પ્રથમ અને 2834 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન 10769 લોકોએ રસી લીધી હતી. પણ જિલ્લામાં રસીકરણની કામગીરીને વેગવંતી બનાવવા માટે હવે રાત્રી સેશન પણ કરવાનું આયોજન થઈ રહ્યું છે. ગતરાત્રીના 23 રસીકરણ સેન્ટર લોકો માટે રાત્રે શરૂ રાખવામાં આવ્યા હતા.

અહી રાત્રીના 1223 લોકોએ કોરોના રસી લીધી હતી. હજુ પણ આગામી દિવસોમાં રાત્રી સેશનનું આયોજન કરવામાં આવી શકે છે. બીજી તરફ રાજુલામાં ગઈકાલે 1630 લોકોને રસી આપવાનું આયોજન થયું હતું. જેની સામે 1677 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં એકમાત્ર રાજુલા તાલુકાએ પોતાના દિવસ દરમિયાનનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.

જિલ્લામાં 14 હજાર ડોઝનો જથ્થ ઉપલબ્ધ
અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો. જાટે જણાવ્યું હતું ક 5 સપ્ટેમ્બરની સ્થિતિએ જિલ્લામા 14 હજાર ડોઝ ઉપલબ્ધ છે. આજે રાત્રીના 15 હજાર ડોઝ નવા આવશે. અત્યારે કોવીશિલ્ડ અને કોવેક્સીનનો જથ્થો આરોગ્ય વિભાગ પાસે છે.

દિવસમાં 21400ના ટાર્ગેટ સામે માત્ર 50 ટકા કામગીરી
જિલ્લાના અમરેલીમાં 64.34 ટકા, બાબરામાં 79.72 ટકા, બગસરામાં 43.96, ધારીમાં 30, જાફરાબાદમાં 74.59, ખાંભામાં 34.03, કુંકાવાવામા 24.28, લાઠીમાં 58.55, લીલીયામા ;60.91, રાજુલામાં 102 અને સાવરકુંડલામાં 37.38 ટકા દિવસના ટાર્ગેટની કામગીરી પૂર્ણ થઈ હતી.

જિલ્લામાં 32280 યુવાનોને રસીનો બીજો ડોઝ અપાઈ ગયો
અમરેલીમા 10005, બાબરામાં 905, બગસરામાં 2282, ધારીમાં 1229, જાફરાબાદમાં 249, ખાંભામાં 1377, કુંકાવાવામાં 3340, લાઠીમાં 3661, લીલીયામાં 1575, રાજુલામાં 3138 અને સાવરકુંડલામાં 4519 મળી કુલ જિલ્લામાં 32280 યુવાનોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...