ધરપકડ:સાવરકુંડલાના લુવારાનો કુખ્યાત બુટલેગર પાસા હેઠળ ઝડપાયો

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંડલા અને જેસરમાં તેની સામે 4 ગુના નોંધાયા હતાં

વિધાનસભાની ચુંટણી માથે છે તેવા સમયે દારૂનુ વેચાણ, ઉત્પાદન અને હેરફેર કરતા તત્વો સામે પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે અને આજે સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ ઝડપી લેવાયો હતો.

અમરેલી એલસીબી દ્વારા સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના શાંતી વિકમાભાઇ બોરીચા (ઉ.વ.35) નામના શખ્સની આજે પાસા હેઠળ ધરપકડ કરાઇ હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંઘે બુટલેગરો સામે સખત પગલા લેવાની સુચના આપતા સાવરકુંડલા રૂરલ પીઆઇ જે.એન.પરમારે શાંતી બોરીચા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.

જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણાએ આ દરખાસ્ત મંજુર કરતા એલસીબી પીઆઇ એ.એમ.પટેલ તથા તેની ટીમે આજે શાંતી બોરીચાની પાસા હેઠળ ધરપકડ કરી હતી. અને તેને વડોદરા મધ્યસ્થ જેલમા મોકલી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે આ શખ્સ સામે દારૂની હેરફેર, વેચાણ સબબ સાવરકુંડલા રૂરલ અને જેસર પોલીસ મથકમા ચાર ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...